Category Archives: જાણી/અજાણી જગ્યાઓ

મનની શાંતિ માટે ગુજરાતની આ જગ્યાએ અવશ્ય મુલાકાત લો, થઇ જશે પૈસા વસુલ

Posted By admin October 6, 2021
Padam Dungari Eco Tourism

પ્રવાસ એટલે રોજબરોજની ઘટમાળમાંથી થોડો સમય કાઢીને કોઈ સ્થળને જાણવું, માણવું અને મનભરીને જીવી લેવું, નીરસ જીવનને ખુશનુમા અને જીવંત બનાવવા પ્રવાસ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એમાં પણ ચોમાસામાં જ્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય ત્યારે કુદરતના સાનિધ્યમાં નેચર કેમ્પના માધ્યમ થકી કુદરતી સૌંદર્યને માણવાની મજા જ અનેરી છે. ગુજરાતમાં એવી 49 ઇકો-ટુરિઝમ સાઇટ આવેલી છે જેમાંની એક છે તાપી જિલ્લામાં આવેલ ‘પદમડુંગરી’ (Padam Dungari) ઇકો-ટુરિઝમ પોઈન્ટ.

Padam Dungari

ઇકો-ટુરિઝમ એટલે શું ?

ઇકો-ટુરિઝમ એટલે વન સંપદાને નુકશાન પહોંચાડ્યા વગર પ્રકૃતિ અને સંસ્કૃતિ માટે જાગૃતતા લાવવા ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવું. વન્યજીવન અંગે શિક્ષણ, અર્થઘટન અને તાલીમ આપવા માટે મુખ્યત્વે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય ચૂનંદા ગ્રુપને નેચર કેમ્પના માધ્યમ થકી કુદરતી સૌંદર્યની જાણકારી આપવામાં આવે છે. ઇકો-ટુરિઝમ કાર્યક્રમ જાહેર નાગરિકો માટે હોય છે.

Padam Dungari
Padam Dungari
Courtesy – fb/Padamdungari Eco Tourism

પદમડુંગરી (Padam Dungari) ક્યાં આવેલું છે ?

દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં વ્યારા તાલુકાની દક્ષિણે વહેતી અંબિકા નદીના કિનારે સહ્યાદ્રી પર્વતમાળાના સુંદર વનમાં પદમડુંગરી સ્થિત છે. વ્યારાથી 30 કિ.મી.ના અંતરે તેમજ ગરમ પાણીના કુંડ માટે પ્રખ્યાત ઉનાઈથી 8 કિ.મી.ના અંતરે પદમડુંગરી આવેલું છે. વાપી-શામળાજી હાઇવે પર પાઠકવાડી સ્ટેન્ડથી પૂર્વ દિશામાં 9 કિ.મી. દૂર પદમડુંગરી ઇકો-ટુરિઝમ પોઈન્ટ તથા પ્રાકૃતિક શિક્ષણ શિબિર સ્થળનું ઉદ્ઘાટન 13 નવેમ્બર 2005 માં પદમડુંગરી નામક ગામના લોકોની ઇચ્છાને ધ્યાનમાં રાખીને ઇકો ટુરિઝમ ડેવલમેન્ટ કમિટી દ્વારા પદમડુંગરી પ્રવાસન સ્થળ વિકસિત કરવામાં આવ્યું છે.

Padam Dungari
Courtesy – fb/Padamdungari Eco Tourism

‘પદમડુંગરી’ (Padam Dungari) કેમ નામ પડ્યું?

‘પદમડુંગરી’ શબ્દનું મૂળ પુરાણ કાળમાં હતું. કહેવાય છે કે પ્રાચીન સમયમાં ડુંગરોની વચ્ચે એક ‘હાથિયોતળાવ’ હતું, આ તળાવમાં પદ્મ એટલે કે કમળના ફૂલ થતાં અને હાથીઓને પણ સ્નાન કરાવવામાં આવતું હોવાથી તેને પદમનગરી/પદમડુંગરી (Padam Dungari) કહેવામાં આવતું હતું.

Padam Dungari
Courtesy – fb/Padamdungari Eco Tourism

અહીં થતી એડવેન્ચર એક્ટિવિટી

  • અંબિકા નદી પર ઝીપ લાઈન કરી શકાય છે, જેનો ચાર્જ વ્યક્તિ દીઠ RS.100 છે
  • UTV બગી રાઇડ RS.150
  • તીરંદાજી (Archery) RS. 40
  • બોટિંગ ચાર્જીસ વ્યક્તિ દીઠ RS.50
  • અંબિકા નદીમાં રાફ્ટિંગ, ફ્લોટિંગ, ટ્યુબિંગ જેવી એક્ટિવિટીની પણ મજા માણી શકાય છે
  • આખો વિસ્તાર વન અને પર્વતથી ઘેરાયેલો હોવાથી ટ્રેકિંગ અને હિલ ક્લાઈમ્બિંગ માટે પણ શ્રેષ્ઠ છે
Padam Dungari
Courtesy – fb/Padamdungari Eco Tourism
Padam Dungari
Courtesy – fb/Padamdungari Eco Tourism
Padam Dungari
Padam Dungari
Courtesy – fb/Padamdungari Eco Tourism

ઇકો કેમ્પ સાઇટમાં પ્રવેશદ્વારથી જ પ્લાસ્ટિક લઈ જવાની મનાઈ છે

ઇકો કેમ્પ સાઇટને સ્વચ્છ અને પ્રદુષણમુક્ત રાખવા અને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત કરવા માટે બધું જ પ્લાસ્ટિક એકઠું કર્યા બાદ કેન્ટીનમાં પ્લાસ્ટિકના રેપર્સવાળી વસ્તુના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમજ પ્રવેશદ્વારથી જ પ્લાસ્ટિક લઈ જવાની મનાઈ ફરમાવવમાં આવી છે. અહીં કાચની બોટલમાં અંબિકાનદીનું જ પાણી શુદ્ધ કરી વેચવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે વોટર પ્યુરીફિકેશન પ્લાન્ટ કાર્યરત છે.

વિવિધ પક્ષીઓ, સરિસૃપ પ્રાણીઓ, જળચર પ્રાણીઓ જોવા મળે છે અહીં

અહીં સમૃદ્ધ લેન્ડસ્કેપ્સની સાથે – સાથે વિવિધ દીપડા, હરણ, વિવિધ વનસ્પતિઓમાં પતંગિયા, કરોળિયા, જીવજંતુ, ગરોળીઓ, દેડકાઓ, સાપની વિવિધ જાતિ, મોટી બિલાડી, લેસર કેનાઇન્સ, કોશી કોયલ (Drongo Cuckoo), ટપકીલી લલેડી (Puff throated Babbler) વગેરે જેવા પક્ષીઓ, સરિસૃપ પ્રાણીઓ, જળચર પ્રાણીઓ જોવા મળે છે. ઉપરાંત પતંગિયા સંવર્ધન માટે ખાસ પ્રકારના યજમાન વનસ્પતિઓ વાવીને પતંગિયા ઉદ્યાન પણ શરૂ કરવામાં આવ્યું છે.

Padam Dungari
Padam Dungari
Padam Dungari
Courtesy – fb/Padamdungari Eco Tourism

જોવાલાયક અદ્ભુત નજીકના પર્યટક સ્થળ

પદમડુંગરીની (Padam Dungari) પાસે તમે ચાંદ-સૂર્ય, ઉનાઈમાં ગરમ પાણીના ઝરા અને આદિવાસીઓનું પ્રાચીન દેવસ્થાન ઘુસમાઈ મંદિર, વઘઈ બોટાનિકલ ગાર્ડન, વાંસદ નેશનલ પાર્ક, જાનકી વન, ઉનાઈ માતા મંદિર, ગિરા ધોધ, આંબલગઢ, શબરી ધામ, ઉકાઇ ડેમ, ધારેશ્વર, આંબપાની તેમજ કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો વઘઈમાં જોવા મળતાં હોવાથી ટીમ્બર વર્કશોપની પણ મુલાકાત લઈ શકો છો.

નાગલીના બિસ્કીટ, નાગલીના ભૂંગળા સહીત ઘણી બધી ચીજ-વસ્તુઓ મળે છે અહીં

પદમડુંગરીમાં આદિજાતિ ગ્રામ્ય બજાર વેચાણ કેન્દ્ર છે જ્યાંથી નાગલીના બિસ્કીટ, નાગલીના ભૂંગળા, નાગલીના પાપડ, આયુર્વેદિક ઔષધી, મધ, દેશી ચોખા અને કઠોળ તેમજ વાંસની બનાવેલી વસ્તુઓ ખરીદી શકાય છે.

Padam Dungari
Courtesy – fb/Padamdungari Eco Tourism

અંબિકા નદીના કિનારે, સહ્યાદ્રીની રમણીય ગીરીમાળામાં આવેલું પદમડુંગરી, તાપી જિલ્લાનું ઝડપથી વિકાસ પામતું એકમાત્ર ઇકો-ટુરીઝમ સ્થળ છે. તાપી જિલ્લાની આગવી ઓળખસમું, પ્રકૃતિના સાનિધ્યમાં શાંતિનો અહેસાસ કરાવતું આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. સપ્ટેમ્બર થી ફેબ્રુઆરીનો સમય અહીંની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ હોવાથી પદમડુંગરીની મુલાકાત લેવાનું ચૂકશો નહીં.

પ્રવેશ અને પાર્કિંગ ફી

  • પ્રવેશ ફી RS.20
  • પાર્કિંગ ચાર્જીસ બાઈક માટે RS.10, કાર માટે RS.30 અને બસ માટે RS.60

રહેવા-જમવા માટેની વ્યવસ્થા

  • 2 એસી કોટેજ ચાર્જીસ RS.1500 (એક્સ્ટ્રા બેડ RS.300)
  • 8 નોન-એસી કોટેજ ચાર્જીસ RS.800 (એક્સ્ટ્રા બેડ RS.250)
  • ડોરમેટરી કોટેજ ચાર્જીસ RS.2500 (10 લોકોના ગ્રુપ માટે)
Padam Dungari
Courtesy – fb/Padamdungari Eco Tourism
Padam Dungari
Courtesy – fb/Padamdungari Eco Tourism
Padam Dungari
Courtesy – fb/Padamdungari Eco Tourism

ભોજન માટે પદમડુંગરી ઇકો-ટુરિઝમ સાઇટ પર જ “વન સાહેલી” નામક રેસ્ટોરન્ટ છે. જેમાં બ્રેકફાસ્ટ, લંચ, ડિનર તેમજ ચા કોફીની સુવિધાઓ ઉપલબ્ધ છે.

Padam Dungari

Read Also

પારિવારિક પ્રસંગમા બનેલી એક ઘટનાના લીધે સારું સેલેરી પેકેજ,AC ઓફિસ છોડી આ ત્રણ મિત્રોએ કર્યું એવું…

ગુજરાતના આ વ્યક્તિએ બાળકો માટે કર્યું પોતાનું જીવન અર્પણ, કારણ જાણીને થશે ગર્વ

રાજકોટમાં આવેલુ આ અમરઝાડ છે અજીબો-ગરીબ, ઝાડ નીચે બેસી ગાંઠિયા ખાઈ માનતા પૂરી કરવાની આશ્ચર્યજનક પરંપરા

  • પદમડુંગરી ઇકો-ટુરિઝમ સાઈટ – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 411 km.) – Rs9,800 – 11,800
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.800 – 2500
  • જમવાનો ખર્ચ – Rs.1200 – 1800
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1000 – 2000
  • કુલ – આશરે 12,800 થી 18,100/—
  • અંતર (Distance)
  • અમદાવાદથી – 327 km.
  • વડોદરાથી – 213 km.
  • સુરતથી – 89 km.
  • કચ્છથી – 723 km.
  • રાજકોટથી – 501 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – વઘઈ બસ સ્ટોપ, વઘઈ રેલવે સ્ટેશન, સુરત એરપોર્ટ

વિશેષ વાનગી – રાગી અને ચોખાના રોટલા, નાગલીના બિસ્કીટ, નાગલીના પાપડ

આલેખન – રાધિકા મહેતા

લાખોટા તળાવ અને કોઠા વિશેની આ રોમાંચક વાતો છે જાણવા જેવી…

Posted By admin September 26, 2021
lakhota lake

જામનગર એટલે છોટી કાશી તરીકે ઓળખાતું શહેર આ જામનગરની બરાબર વચ્ચે રાજાના સમયનું લાખોટા તળાવ (lakhota lake) આવેલું છે. જે જામનગરની શાન ગણવામાં આવે છે. આ લખોટા તળાવ વચ્ચે 184 વર્ષ પહેલાં લાખોટા કોઠાનું જામનગરના રાજવી જામ રણમલ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. એક સમયે આ કોઠાનો ઉપયોગ શસ્ત્ર ભંડાર તરીકે થતો હતો. ત્યારબાદ 18 કરોડના ખર્ચે રિસ્ટોરેશન કરીને આ કોઠા અને મ્યુઝિયમને 2018માં લોકોને નિહાળવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. રાત્રીના સમયમાં રોશનીના અદ્ભુત દ્રશ્યો લોકોને મંત્રમુગ્ધ બનાવી દે છે.

lakhota lake
Courtesy-jamnagar.nic.in

પ્રાચીન સમયનું નવાનગર હાલમાં જામનગર તરીકે ઓળખાય છે

જાડેજા રાજપૂત શાસક જામ રાવળે ઈ.સ. 1524-1548 સુધી કચ્છ પર શાસન કર્યું હતુ, ત્યારબાદ રંગમતી અને નાગમતી નદીના સંગમ સ્થાને 1540 એ.ડી.માં શ્રાવણ માસને સુદ સાતમે તેમના દ્વારા નવું નગર વસાવવામાં આવ્યું, જે પાછળથી ‘નવાનગર’ તરીકે જાણીતું થયું. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે. જામનગરમાં અનેક ઐતિહાસિક, પૌરાણિક, સાંસ્કૃતિક તેમજ ધાર્મિક સ્થળો આવેલા છે, શહેરની મધ્યમાં આવેલ ‘રણમલ તળાવ’ (લાખોટા તળાવ)ની (lakhota lake) વચ્ચે આવેલો જાજરમાન ઇતિહાસ ધરાવતો ‘લાખોટા પેલેસ’ અહીંયાનું આકર્ષણનું કેન્દ્ર છે. જે આજે રાજવી વિરાસતનું અતુલ્ય સંગ્રહાલય શહેરના રાજવીઓના ઇતિહાસની ઝાંખી કરાવે છે.

lakhota lake
Courtesy-Gujarattourism.com

5 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું છે રણમલ તળાવ (લાખોટા તળાવ) (lakhota lake)

ઈ.સ.1834-35, 1839 અને 1846ના વર્ષમાં હાલાર પંથકમાં ભયંકર દુષ્કાળની સ્થિતિ હોવાથી પ્રજાને રોજી-રોટી મળી રહે અને પાણીનો સંગ્રહ કરી શકાય એ હેતુથી જામ રણમલજી બીજાએ આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. આ વર્તુળાકાર તળાવ (lakhota lake) અંદાજે 5 લાખ ચોરસ મીટરનો ઘેરાવો ધરાવે છે. આ સાથે એ ત્રણ ભાગમાં વહેચાયેલું છે. રંગમતી નદીથી 3 માઈલ લાંબી નહેર બનાવીને આ તળાવ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

lakhota lake
Courtesy-jamnagar.nic.in

તળાવની (lakhota lake) ફરતે નિર્મિત વાટિકાઓ, બુરજ, કલાત્મક ઝરૂખાઓ, મ્યુઝિકલ ફુવારા, વૉકિંગ ટ્રેક અને બગીચા જેવા વિશ્રામ સ્થાનો બનાવવામાં આવ્યા છે. જે તળાવની સુંદરતામાં વધારો કરે છે. સહેલાણીઓ માટે તો એ ફરવાલાયક સ્થળ છે જ એ સાથે સાઇબિરીયા તરફથી ઊડી આવતા યાયાવર પક્ષીઓ માટે પણ આ તળાવ એક આદર્શ આશ્રય-સ્થાન પૂરૂં પાડે છે. તેમજ સિંગલ, કોર-મરચન્ટ, કોમ્બડક, સ્પોટબિલ્ડક, રૂપેરી પેણ, શ્વેતશિર, નીલ, ડક, ગ્રેહેરન, કાશ્મીરી વાબગલી, લેસરવિસ્ટિંગ, ગુલાબી પેણ, નાનો ગડેરો, જલ મૂર્ઘો, કુટ, નીલશિર, કાળિયો કોશી, સમડી, સાંગપર, વૈયા જેવા પક્ષીઓ જોવા મળે છે. અહીં 30-35થી વધુ વિદેશી પક્ષીઓ તળાવનું પ્રાકૃતિક સૌંદર્ય વધારે છે.

lakhota lake
Courtesy-Gujarattourism.com
lakhota lake
Courtesy-jamnagar.nic.in
lakhota lake
Courtesy-jamnagar.nic.in

લાખોટા કોઠો (લાખોટા પેલેસ) અને તેનું નિર્માણ

ઈ.સ. 1820-1852 દરમ્યાન જામ રણમલજી પહેલાએ પિતા લાખાજીની યાદમાં લાખોટા નામે કોઠો બંધાવ્યો હતો. પરંતુ એ કાર્ય અધૂરું રહેતા જામ રણમલજી બીજાએ બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. રાજપૂત શૈલીમાં બનાવવામાં આવેલો અને ઈરાનિયન સ્થાપત્ય કલાનો પ્રભાવ ધરાવતો લાખોટા મહેલ સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.

lakhota lake
Courtesy-yt/Gujarattourism

લોકવાયકા પ્રમાણે એ સમયે કોઠાનો નિર્માણ ખર્ચ ‘1 લાખ કોરિ’ (નવાનગરનું ચલણ) કરવામાં આવેલ હોવાથી ‘લાખેણું લાખોટા’ (lakhota lake) તરીકે પણ જાણીતું છે. પ્રાચીન સમયે લશ્કરનો દારૂગોળો અને તોપખાનું સલામત રીતે જળવાઈ રહે તે હેતુસર ચારેતરફ પાણી ભરીને કોઠો બાંધવામાં આવ્યો હતો. ચોતરફ પાણી હોવાથી આગ લાગવાનો ભય ઓછો રહે છે, જે રક્ષાત્મક વ્યૂહ દર્શાવે છે. તેમજ શાંતીના સમયમાં રાજવી પરિવાર તળાવમાં નૌકા વિહાર અને હવા ખાવાના સ્થળ તરીકે તળાવનો ઉપયોગ કરતા હતા. યુદ્ધના સમયમાં રાજવી પરિવારની સુરક્ષાના હેતુથી મહેલનો ઉપયોગ કરવામાં આવતો હતો.

lakhota lake
Courtesy-Gujarattourism.com

લાખોટા કોઠાના ચણતર સમયે મહેલ પડી જતો હતો પણ તેનું કારણ સમજાતું ન હતું. ત્યારે એક રાતે જામ રણમલજી બીજાને સ્વપ્નમાં લાખોટા પીરે દર્શન આપ્યાં અને કહ્યું કે જે જગ્યાએ મહેલનું નિર્માણ થાય છે તે મારું સ્થાન છે, આથી મહેલના બાંધકામ પહેલા મારું સ્થાન નિશ્ચિત કરો અને ત્યારબાદ મહેલની રચના કરો. આમ, લાખોટા પીરના જણાવ્યા અનુસાર જામ રણમલજી બીજાએ દરગાહ બનાવી ત્યારબાદ મહેલનું બાંધકામ આગળ વધ્યું હતું. વર્તમાન સમયમાં પણ મહેલમાં લાખોટા પીરની દરગાહ ઉપસ્થિત છે.

lakhota lake
Courtesy-jamnagar.nic.in
lakhota lake
Courtesy-jamnagar.nic.in

મહેલમાં ત્રણ પ્રવેશદ્વાર છે. તેમાં પ્રવેશ કરતા જ રંગમંડપ અને રહેણાંક માટે સુંદર રૂમ આવેલા છે. મંડપ અને રૂમની ફરતે વર્તુળ આકારે અટારી આવેલી છે. અટારીની દીવાલમાં જરુખા અને બારી મૂકવામાં આવી છે, જેમાં બારીમાં તોપ ગોઠવેલી છે અને બંધુક રાખવા માટે ગોળાકાર દીવાલમાં નાણછા બનાવવામાં આવેલ છે. મહેલની છત કાષ્ઠની બનેલી છે તેમજ તેમાં એક પણ સાંધા જોવા મળતા નથી. તે આજે પણ અકબંધ છે.

1846 માં બનાવવામાં આવેલ લાખોટા કોઠાને 2001ના ધરતીકંપ દરમિયાન નુકસાન થયેલ હોવાથી ગુજરાત રાજય પુરાતત્વીય વિભાગ અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી જીર્ણોદ્ધાર, રખરખાવ અને સંરક્ષણ યોજના હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 5 મે, 2018ના રોજ લાખોટા કોઠા અને પુનઃપ્રદર્શિત સંગ્રહાલયને જાહેર જનતાને ફરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક મહત્વ ધરાવતો લાખોટા કોઠો હાલ ગુજરાત રાજ્ય સરકાર હેઠળ સંરક્ષિત સ્મારક છે.

lakhota lake
Courtesy-jamnagar.nic.in

પુરાતત્વીય સંગ્રહાલય

જામનગર જિલ્લાનો સંક્ષિપ્ત પરિચય કરતું સંગ્રહાલય ઓક્ટોબર 1946માં એજ્યુકેશન સેક્રેટરી શ્રી સુરસિંહજી જાડેજા અને સ્વ. શ્રી રંગીલદાસ માંકડનાં પ્રયત્નોથી બનાવવામાં આવ્યું. સંગ્રહાલયના પ્રવેશદ્વાર પાસે જામ રણજીતસિંહજીનું સ્ટેચ્યુ મૂકેલું છે અને તેમની ક્રિકેટ સિદ્ધિની તસવીરો મૂકવામાં આવી છે.

lakhota lake
Courtesy-yt/Gujarattourism

સંગ્રહાલયમાં મુલાકાતીઓ લાખોટાના સ્થાપત્ય વૈભવને માણી શકે તેમજ કોઠાની સાંસ્કૃતિક ધરોહર તરીકે શિક્ષણ, અભ્યાસ અને જાહેર જનતા માટે જ્ઞાન સાથે ગમ્મતનું સ્થળ પૂરવાર કરવા માટે 2018 થી નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યાં છે. 9મી થી 19મી સદીના જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા ઈતિહાસની ઝાંખી કરાવે છે.

lakhota lake
Courtesy-yt/Gujarattourism

પુરાતત્વીય સંગ્રહાલયમાં પથ્થર અને ધાતુના શિલ્પો, લઘુચિત્રો, કાષ્ઠ ચિત્રો, તામ્રપત્ર, સિક્કા, ચલણી નોટ છાપવા માટેના ધાતુના બીબાં, કાચનાં વાસણ, ભરતકામ અને મોતીકામ વાળી પ્રાદેશિક વસ્ત્રકલા, પ્રાકૃતિક ઇતિહાસના અવશેષો અને રાજવી શસ્ત્રાગારનો સમાવેશ થાય છે.

lakhota lake
Courtesy-Gujarattourism.com
lakhota lake
Courtesy-Gujarattourism.com

2018 માં લાખોટા કોઠાની પુનઃસ્થાપના, રખરખાવ અને સંરક્ષણ યોજના પછી, હવે પુરાતત્વીય સંગ્રહાલય 11 વિભાગોમાં જામનગરનો સાંસ્કૃતિક વારસો અને પ્રાદેશિક ઇતિહાસને 321 કલાકૃતિઓના પ્રદર્શન દ્વારા રજૂ કરે છે. જે આપણા વારસાની ઉજવણી અને અર્થપૂર્ણ સંદર્ભમાં અધિકૃત અને નોંધપાત્ર કલાકૃતિઓનો અનુભવ કરાવે છે.

lakhota lake
Courtesy-Gujarattourism.com
lakhota lake
Courtesy-Gujarattourism.com

સંગ્રહાલયનો સમય

  • માર્ચથી ઓક્ટોબર બપોરે 1:00 થી રાતે 9:00 કલાક નવેમ્બરથી ફેબ્રુઆરી બપોરે 12:00 થી રાતે 8:00 કલાક
  • દર બુધવાર અને બીજા-ચોથા શનિવારે તેમજ જાહેર રજાના દિવસોમાં સંગ્રહાલય બંધ રહે છે
  • લાઈટ એન્ડ સાઉન્ડ શો દર શનિવાર અને રવિવાર રાત્રે 9:00 કલાકે
lakhota lake
Courtesy-Gujarattourism.com

પ્રવેશ ફી

  • ₹ 25/- પાંચ વર્ષથી ઉપરના દરેક ભારતીય નાગરિક માટે
  • ₹ 100/- વિદેશી નાગરિક માટે

વિશિષ્ટ સેવાઓ

  • ₹ 100/- લાખોટા કોઠાની આસપાસ ફોટોગ્રાફી (ભારતીય નાગરિક માટે)
  • ₹ 500/- લાખોટા કોઠાની આસપાસ ફોટોગ્રાફી (વિદેશી નાગરિક માટે)
  • ₹ 5000/- પૂર્વ મંજૂરીથી લાખોટા કોઠાની આસપાસ પ્રાસંગિક ફોટોગ્રાફી
  • વિવિધ પ્રકારની શૈક્ષણિક પ્રવૃતિઓનું આયોજન પણ થઈ શકે છે

Read Also

મડદાઓનો ઢગલો’ કહેવાતું 4500 વર્ષ જૂનું ગુજરાતનું સૌથી રહસ્યમય નગર

ગુજરાતમાં અહીં આવેલું છે 2.5 વીઘામાં ફેલાયેલું 500 વર્ષ જુનું વડનું ઝાડ, કોઈ કાપવાની નથી કરતું હિંમત

રાજકોટમાં આવેલુ આ અમરઝાડ છે અજીબો-ગરીબ, ઝાડ નીચે બેસી ગાંઠિયા ખાઈ માનતા પૂરી કરવાની આશ્ચર્યજનક પરંપરા

  • લાખોટા તળાવ – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 304 km.) – Rs.7,500 – 9,500
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1200 – 2200
  • જમવાનો ખર્ચ – Rs.1200 – 1800
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1000 – 2000
  • કુલ – આશરે 10,900 થી 15,500/—
  • અંતર(Distance)
  • અમદાવાદથી – 304 km.
  • વડોદરાથી – 378 km.
  • સુરતથી – 527 km.
  • કચ્છથી – 337 km.
  • રાજકોટથી – 113 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – જામનગર બસ સ્ટોપ, જામનગર રેલ્વે સ્ટેશન, જામનગર એરપોર્ટ

વિશેષ વાનગી – જૈન-વિજયની કચોરી, રસ પાઉં, મુકેશના ઘૂઘરા

આલેખન – રાધિકા મહેતા

કચ્છની ધરા પર ધબકતા આ ધોળાવીરામાં એવું તો શું છે કે બન્યું વૈશ્વિક ધરોહર, જાણીને થશે ગર્વ

Posted By admin August 15, 2021
Dholavira

ગુજરાત રાજ્યનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. ગુજરાતનો આ કચ્છડો કદાચ તેના કાચબા જેવા આકારના કારણે જ કચ્છ નામ ધરાવતો હશે. કચ્છ આ સફેદ રણના કારણે આજે વિશ્વભરમાં ગુજરાતની એક આગવી ઓળખ છે ત્યારે “ધોળાવીરા” (Dholavira) વૈશ્વિક ધરોહર બનતા કચ્છમાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે.

Dholavira
Mitesh Dayani (Archaeologist)

UNESCOની વર્લ્ડ હેરિટેજ કમિટીએ તેમના 44મા સેશનમાં કચ્છના આ ધોળાવીરાને ભારતની 40 મી વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી હતી. જે ગુજરાત માટે એક ગર્વની વાત છે. ધોળાવીરા ભારતની સિંધુ ખીણ સંસ્કૃતિની પ્રથમ સાઈટ છે જે પ્રતિષ્ઠિત સૂચિમાં શામેલ થઈ છે. આ સફળ નામાંકન સાથે, ભારતમાં હવે કુલ 40 વૈશ્વિક સ્તરની ઐતિહાસિક ધરોહર છે.

હડપ્પીય સંસ્કૃતિનું પ્રાચીન, મોટું અને સુવ્યવસ્થિત નગર એટલે ધોળાવીરા (Dholavira)

ભુજથી 198 કી.મી દૂર ઉત્તરમાં ખદીરબેટ આવેલું છે. આ ખદીરબેટ પર ધોળાવીરા નામનું હડપ્પીય સંસ્કૃતિનું પ્રાચીન, મોટું અને સુવ્યવસ્થિત નગર આવેલું હતું. આ ધોળાવીરા રાપરથી આશરે 90 કી.મી અને ભચાઉથી આશરે 140 કી.મી દુર આવેલું છે. આમ તો આ વિસ્તારને ‘કોટડા ટિંબા’ તરીકે ઓળખવામાં આવતો હતો. પરંતુ સમય જતાં તે ધોળાવીરા તરીકે ઓળખાવા લાગ્યો. આ ધોળાવીરા આશરે 5000 વર્ષ પહેલાં વિશ્વનું પ્રાચીન મહાનગર હતું. સિંધુ ખીણની સંસ્કૃતિ ખાસ કરીને ‘મોડર્ન ટાઉન પ્લાનિંગ’ માટે જાણીતી હતી. સિંધુ ખીણની સંસ્કૃતિનાં શહેરો એમનાં સ્થાપત્યો, મકાનો, ગટરવ્યવસ્થા, અને જાહેર સ્થળો વગેરે માટે આજે પણ આદર્શ માનવામાં આવે છે. ધોળાવીરા રણપ્રદેશમાં વસેલું હોવા છતાં સિંધુ ખીણની સંસ્કૃતિનું મહાનગર સાથે અત્યંત સમૃદ્ધ નગર હતું.

Dholavira
Mitesh Dayani (Archaeologist)

ધોળાવીરા કર્કવૃત્ત પર સ્થાન ધરાવે છે. આ સાથે ધોળાવીરા મનહર અને મનસર નદીનાં પ્રવાહ વચ્ચે સ્થિત છે. સામાન્ય રીતે નદીઓ અને પાણીના બારમાસી સ્ત્રોતોની નજીક આવેલા અન્ય હડપ્પાના પૂર્વવર્તી નગરોથી વિપરીત, ખદીરબેટમાં ધોળાવીરાનું સ્થાન છે. કોપર, શેલ, એગેટ-કાર્નેલીયન, સ્ટીટાઇટ, લીડ, બેન્ડ લાઈમસ્ટોન જેવી વિવિધ ખનિજ અને કાચા માલનો સ્રોત તરીકે ઉપયોગ કરવા માટે ધોળાવીરા એક આયોજનબદ્ધ સ્થળ હતું. આ ઉપરાંત ધોળાવીરા આધુનિક ઓમાન અને મેસોપોટેમીયાના પ્રદેશોમાં આંતરિક તેમજ બાહ્ય વેપારને સરળ બનાવ્યું હતું.

Dholavira
Mitesh Dayani (Archaeologist)

ધોળાવીરા (Dholavira) નામ કેવી રીતે પડ્યું?

એવું માનવામાં આવે છે કે ધોળાવીરા જ્યાં સ્થિત છે ત્યાં અંદાજે 500 થી 600 વર્ષ પહેલાં ગામના તળાવ પાસે સફેદ ટેકરાની આસપાસ કુદરતી પાણીના વીરડા( વીરા) વહેતા હતા. આ વીરડા (વીરા) પરથી આ ગામનું નામ પડ્યું હતું.

10 કી.મી દૂરથી પણ દેખાય છે કિલ્લાનો 16.5 મીટરનો ઊંચો ભાગ

ધોળાવીરામાં આવેલા કિલ્લાનો 16.5 મીટરનો ઊંચો ભાગ 10 કી.મી દૂરથી પણ દેખાય છે. આ કિલ્લાને ત્યાંના સ્થાનિક લોકો કોટડો (મહાદુર્ગ) કહે છે. ઉત્તરથી દક્ષિણ તરફનો ધોળાવીરાનો વિસ્તાર 600 મીટર જયારે પૂર્વથી પશ્ચિમ દિશા તરફનો 775 મીટર છે. આ ધોળાવીરા શહેરના અવશેષો 100 હેક્ટર જમીનમાં ફેલાયેલા છે.

Dholavira
Mitesh Dayani (Archaeologist)

1989–93માં પુરાવસ્તુ સર્વેક્ષણના રવીન્દ્રસિંહ બિશ્તે કર્યું હતું ઉત્ખનન

1967-1968માં ભારતના પુરાતત્ત્વવિદ્ જગતપતિ જોષીએ કોટડાની (હાલમાં ધોળાવીરાની) મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પુરાતત્વવિદ ડૉ. સુમન પંડ્યાએ જાતે ધોળાવીરામાં રહીને તેનું નિરીક્ષણ કરીને તેનું મહત્વ સ્થાનિક તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ કર્યું. પરિણામસ્વરૂપે ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણના રવીન્દ્રસિંહ બિશ્તે 1989–93માં મર્યાદિત ઉત્ખનન કર્યું હતું. આ ઉત્ખનન દરમ્યાન મળેલા અવશેષોના આધારે આ શહેરને સિંધુ સંસ્કૃતિ પૂર્વેનો સમય, સિંધુ સંસ્કૃતિનો સમય અને ઉત્તર સિંધુકાલીન સમય એમ ત્રણ કાળમાં વર્ગીકરણ કરવામાં આવેલું.

Dholavira
Mitesh Dayani (Archaeologist)

અહીંથી કયાં-કયાં અવશેષો મળી આવ્યા છે?

આ જગ્યાએથી સિંધુ સંસ્કૃતિના શહેરી અવશેષો મળી આવ્યા છે, જેમાં ચર્ટ પથ્થરનાં પાનાં, તોલમાપનાં વજનો, મુદ્રાઓ, મુદ્રાંકનો, કંપાસ, અનેક પ્રકારના મણકા, સોના, રૂપા, તાંબા તથા સીસાનાં ઘરેણાં, બંગડીઓ, અર્ધકીમતી પથ્થરોના મણકા અને દાગીના મળ્યાં છે. આ ઉપરાંત માટીની પકવેલી થેપલીઓ, ગોફણના ગોળા, બગ્ગીઓ, રમકડાંનાં ગાડાં, શંખની બંગડીઓ, કડછીઓ, આચમનીઓ અને જડતરના દાગીના પણ અહીંથી મળ્યા છે.

Dholavira
www.gujarattourism.com
Dholavira
www.gujarattourism.com
Dholavira
www.gujarattourism.com

મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું ધોળાવીરા નગર (Dholavira)

Dholavira
Screen Grab/youtube/gujarattourism

ધોળાવીરા નગર (Dholavira) મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. જેમાં સૌથી પહેલાં “અપર ટાઉન” આવતું જેને “સિટાડેલ” તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં શાસકોના એટલે કે રજવાડી કુટુંબના નિવાસસ્થાન આવેલા હતા. આ સિટાડેલ વિસ્તારને લંબચોરસ કિલ્લેબંધીવાળું બાંધકામ છે. આ સાથે તેના ઉત્તર અને દક્ષિણ એવા બે ભાગ પડે છે. આ બંને ભાગોની દીવાલો વચ્ચે 55 મીટરની પહોળાઈ ધરાવતી શેરી છે. બંને વિભાગોને જોડતા પગથિયાંવાળા ઊંચા અને વિશાળ દરવાજા આવેલાં છે. તેની એકદમ પાછળ પશ્ચિમ દિશામાં આવેલાં વિસ્તારને “બૈલી” તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં રજવાડી કુટુંબ માટે સિટાડેલમાં કામ કરતાં લોકોને રહેવા માટેની સગવડતા હતી.

Dholavira
Screen Grab/youtube/gujarattourism
Dholavira
Screen Grab/youtube/gujarattourism

સિટાડેલની ઉત્તરના ભાગમાં ધોળાવીરા નગરનો બીજો ભાગ એટલે કે “મિડલ ટાઉન” (મધ્ય નગર) આવેલું હતું. આ મધ્ય નગર ભાગમાં પથ્થરથી ચણેલાં મકાનોના અવશેષો જોવા મળે છે. તદુપરાંત ત્યાં જોવા મળતા વધારે જગ્યા ધરાવતાં ઘરોના સુઆયોજનના પુરાવા પરથી ખબર પડે છે કે ત્યાં જરૂર સારા વર્ગના લોકો રહેતાં હશે. આ બાંધકામનો ઉત્તરદિશાનો દરવાજો શહેરના મુખ્ય રસ્તે ખૂલે છે. આ દરવાજાની બંને બાજુએ ચોકીદારોને બેસવા માટેની જગ્યા આવેલી છે.

Dholavira
Screen Grab/youtube/gujarattourism

આ નગરનો ત્રીજો ભાગ “લોઅર ટાઉન” (નીચલું નગર) તરીકે ઓળખવામાં આવતો હતો. જ્યાં ખેડૂતો, કુંભારો જેવા સામન્ય લોકો વસવાટ કરતાં હતા.

ધોળાવીરાની (Dholavira) પાણીની સંચાલન પદ્ધતિ છે અજોડ

આ પ્રાચીન વસાહતની અજોડ બાબત અહીંની પાણીની સંચાલન પદ્ધતિ હતી. ધોળાવીરા મનહર અને મનસર નદીનાં પ્રવાહની વચ્ચેના ભાગમાં આવેલું છે. જેથી આ બંને નદીના પાણીનો ઉપયોગ જળ વ્યવસ્થાપન માટે કરવામાં આવતો હતો.

Dholavira
Screen Grab/youtube/gujarattourism

ધોળાવીરાની (Dholavira) એક વિશેષતા અહીં મળી આવેલાં ભવ્ય જળાશયો પણ છે. આ જળાશયોમાં સમગ્ર વર્ષ માટે પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો. ધોળાવીરા નગર ઉતરથી દક્ષિણ દિશા તરફ ઢાળ ધરાવે છે. જેથી ચોમાસા દરમ્યાન મનહર નદીમાંથી પાણી આવતું, જે મુખ્ય જળાશય ભરાયા બાદ નહેરની મારફતે બીજાં જળાશયમાં જતું હતું. આ વિશાળ જળાશયોમાં અંદર ઊતરવા માટે પગથિયાંની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. આ સુઆયોજનના મળતાં પુરાવાઓ પરથી ચોક્કસ એવું કહી શકાય કે ધોળાવીરાના લોકો વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની ખૂબ જ સારી તકનિકોના જાણકાર હતા.

Dholavira
Mitesh Dayani (Archaeologist)

બૌદ્ધ સ્તૂપોના અવશેષો પ મળી આવ્યા છે અહીંથી

અહીં બે બહુહેતુક મેદાનો પણ આવેલાં હતા. જેમાંથી એક મેદાનનો તહેવારો માટે જયારે બીજાનો ઉપયોગ બજાર તરીકે કરવામાં આવતો હતો. અનન્ય ડિઝાઇન ધરાવતા નવ દરવાજા પણ આવેલા હતા. ભારતમાં બૌદ્ધ ધર્મના ધોળાવીરાના સમયમાં પણ જોવા મળે છે. ધોળાવીરામાં અંદાજે પાંચેક બૌદ્ધ સ્તૂપો આવેલાં છે. જેમાંથી બે બૌદ્ધ સ્તૂપો જેવી ગોળાર્ધ રચનાઓ ધરાવતા સ્મશાનના અવશેષો મળી આવ્યા હતા.

Dholavira
Mitesh Dayani (Archaeologist)

ધોળાવીરા (Dholavira) વેપાર-વાણિજ્યનું હતું મોટું કેન્દ્ર

ધોળાવીરા દક્ષિણ એશિયાની સૌથી નોંધપાત્ર અને સારી રીતે સચવાયેલી વસાહતોમાં સ્થાન પામે છે. આ સભ્યતાનો સમયગાળો ઈ.સ.પૂર્વે 1500 થી ઈ.સ.પૂર્વે 3000 સુધીનો માનવામાં આવે છે. ઈ.સ.પૂર્વે 2500ની આસપાસ દક્ષિણ એશિયાના પશ્ચિમ ભાગમાં એટલે વર્તમાનનું પાકિસ્તાન અને પશ્ચિમ ભારત તે મૂળભૂત રીતે એક શહેરી સંસ્કૃતિ હતી અને લોકો સુઆયોજિત અને સુવ્યવસ્થિત નગરોમાં રહેતા હતા. જે વેપારના કેન્દ્રો પણ હતા. અહીં મળેલી વસાહત પરથી કહી શકાય કે ધોળાવીરા વેપાર-વાણિજ્યનું મોટું કેન્દ્ર હશે.

Dholavira
Mitesh Dayani (Archaeologist)
Dholavira
www.gujarattourism.com

ધોળાવીરાના (Dholavira) પુરાતત્વીય પુરાવાઓ

  • અહીં મળી આવેલી કલાકૃતિઓમાં ટેરાકોટા માટીના વાસણ, ગુલાબી રંગના મણકા, માળા, સોના અને તાંબાના આભૂષણો, મહોર, માછલી પકડવાની કાંટાવાળી આંકડી, પ્રાણીઓની મૂર્તિઓ, સાધનો, ભઠ્ઠીઓ અને કેટલાક આયાતી વાસણોનો થાય છે સમાવેશ
Dholavira
www.gujarattourism.com
  • તાંબુ ગાળવાની ભઠ્ઠીના અવશેષો દર્શાવે છે કે ધોળાવીરામાં રહેતા લોકો ધાતુશાસ્ત્ર હતા જાણકાર
  • એવું માનવામાં આવે છે કે ધોળાવીરાના વેપારીઓ હાલના રાજસ્થાન, ઓમાન અને યુએઈમાંથી તાંબા અયસ્કનો સ્ત્રોત લેતા હતા અને તૈયાર ઉત્પાદનોની કરતા હતા નિકાસ
  • ધોળાવીરા અકીક, શંખ અને અર્ધ કીમતી પથ્થરોથી બનેલા દાગીનાના ઉત્પાદનનું હતું કેન્દ્ર
  • અહીંથી મોતી બનાવાનું મોટુ કારખાનુ મળી આવ્યું છે
  • લાકડાની નિકાસ પણ કરવામાં આવતી હતી અહીં
Dholavira
Screen Grab/youtube/gujarattourism
  • ધોળાવીરાના પ્રવેશદ્વાર પાસે 10 અક્ષરનું મળી આવેલું છે સાઈન બોર્ડ
  • આ સાઈન બોર્ડમાં લખેલી લિપિ માત્ર ધોળાવીરામાં જ મળી છે
  • આ સાઈન બોર્ડમાં લખેલી લિપિના અક્ષર જિપ્સમથી બનાવવામાં આવ્યા છે
  • આ સાઈન બોર્ડને વિશ્વનું સૌથી જૂનું સાઈન બોર્ડ કહી શકાય, પરંતુ હજુ સુધી તેને નથી ઉકેલી શકાયું

વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળવાના માપદંડો

કોઈપણ દેશ દ્વારા સૌપ્રથમ પોતાના મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક ધરોહરનું એક લિસ્ટ બનાવવામાં આવે છે. આવું કરવા પાછળનું કારણ એવું છે કે કોઈપણ દેશ એવી કોઈપણ સંપદાને નોમિનેટ ન કરી શકે જેનું નામ એ લિસ્ટ પહેલાંથી શામેલ ન હોય. આ સાથે જ આ લિસ્ટ સમયાંતરે અપડેટ પણ કરવામાં આવે છે. 2004 સુધી સાંસ્કૃતિક ધરોહરને નોમિનેટ કરવા માટે 6 માપદંડ અને પ્રાકૃતિક ધરોહરને નોમિનેટ કરવા માટે 4 માપદંડ હતા. જે વર્ષ 2005માં બદલીને કુલ મળીને 10 માપદંડ કરી નાખવામાં આવેલાં. જે 10 માપદંડો આ મુજબ છે.

  1. જે તે સ્થળ કે વસ્તુ માનવ સર્જનાત્મકતાની દ્રષ્ટિએ શ્રેષ્ઠતમ નમૂનો હોવો જોઈએ
  2. જે તે સાંસ્કૃતિક જગ્યામાં તે સમયગાળા દરમિયાનના સ્થાપત્ય, ટેકનોલોજી, કળા, નગર આયોજન અને તેની સંરચના જેવા અગત્યના માનવમૂલ્યોની આપ-લે થયેલી હોવી જોઈએ
  3. જે તે સ્થળે રહેતા અથવા રહી ચૂકેલા અમૂલ્ય સાંસ્કૃતિક વારસાઓ અથવા પરંપરાઓના પુરાવા હોવા જોઈએ
  4. જે તે સ્થળ ઉપર કોઈ પ્રકારની એવી ઐતિહાસિક ઇમારત, સ્થાપત્ય અથવા ટેક્નોલોજિકલ ચીજવસ્તુ હોવી જોઈએ જે માનવ ઇતિહાસમાં કોઈ એક સમયે ખૂબ મહત્વનું સ્થાન ભોગવતી હોય
  5. જે તે સ્થળ ઐતિહાસિક રીતે માનવ સભ્યતાએ ઉપયોગ કરેલ જમીન અથવા દરિયાઈ વસાહતનો શ્રેષ્ઠ નમૂનો હોવી જોઈએ. આ સ્થળ મનુષ્યોએ સ્થાનિક પર્યાવરણ સાથે કઈ રીતે પરસ્પર જોડાણ કર્યું હતું તેનું ઉત્તમ ઉદાહરણ હોવું જોઈએ
  6. જે તે સ્થળ વિશ્વ વિખ્યાત કહી શકાય તેવી કળાઓ, સાહિત્યિક મૂલ્યો, વિચારો, આસ્થાઓ, અને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે સીધી અથવા આડકતરી રીતે જોડાયેલું હોવું જરૂરી
  7. જે તે સ્થળ ઉપર અદભૂત કહી શકે એવી કુદરતી ઘટનાઓ બનતી હોય અથવા જે વિસ્તારોમાં અસાધારણ રીતે કુદરતી સુંદરતા આવેલી હોય અને જેનું સૌદર્યનું દ્રષ્ટિએ આગવું મહત્વ હોય
  8. પૃથ્વીના ઇતિહાસના મહત્વના તબક્કાઓ જે તે સ્થળ ઉપર પસાર થયા હોય, અલગ-અલગ સજીવોના જીવનના પુરાવા હોય, હાલ એ ધરતી ઉપર મહત્વના ભૂવિજ્ઞાનિક ફેરફારો થઈ રહ્યા હોય અથવા તેની ચોક્કસ ભૌતિક વિશેષતાઓ હોય
  9. જીવવિજ્ઞાનના ક્ષેત્રે જે તે સ્થળે એવી અતિમહત્વની ઘટનાઓ બની હોય જે ઘટનાઓ ભવિષ્યમાં સજીવો, ચોખ્ખું પાણી, દરિયાઈ જીવ સૃષ્ટિ, ઝાડ-પાન અને પશુઓના ઉદ્ભવ, વિકાસ અને તેમની ઉત્ક્રાંતિ માટે જવાબદાર હોય
  10. જૈવ વિવિધતા જાળવી રાખવા માટે જે તે સ્થળ ત્યાંની સ્થાનિક જીવ સૃષ્ટિ, ખાસ કરીને લુપ્ત થવાનું જોખમ ધરાવતી પ્રજાતિઓને એક કાયમી અને સુરક્ષિત આવાસ આપતું હોય જેથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેમનું સંરક્ષણ થઈ શકે

ધોળાવીરાને (Dholavira) વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા માટે સૌપ્રથમ 2018માં કરવામાં આવી હતી રજૂઆત

ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા માટે આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટરને નોમિનેશન માટે સૌપ્રથમ 2018માં ડોઝિયર મોકલ્યું હતું. આ સાથે જ ગુજરાત સરકારે ધોળાવીરાની સાઇટનો વિકાસ કરવા ખાસ સમિતિઓની રચના કરી હતી. ત્યારબાદ પણ સતત તેના સમાવેશ માટે યુનેસ્કોને રજૂઆતો કરવામાં આવતી રહેતી અને છેવટે 2021માં કચ્છના આ ધોળાવીરાને વૈશ્વિક ધરોહર સૂચિમાં સામેલ કરવામાં આવ્યું. ધોળાવીરાના સમાવેશ સાથે હવે ગુજરાતમાં કુલ 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. જેમાં ધોળાવીરા (2021) સહિત પાવાગઢ સ્થિત ચાંપાનેર (2004), પાટણમાં આવેલી રાણ કી વાવ (2014) અને અમદાવાદ શહેર (2017)નો સમાવેશ થાય છે.

www.gujarattourism.com

વિશ્વના 167 દેશોમાં કુલ 1,154 વર્લ્ડ હેરિટેજ સાઇટો જેમાથી ભારતમાં કુલ 40 વૈશ્વિક ઐતિહાસિક સ્થળો

વિશ્વભરમાં (જુલાઈ, 2021 સુધીમાં) 167 દેશોમાં કુલ 1,154 વર્લ્ડ હેરિટેજ સ્થળો આવેલા છે. જેમાં 897 સાંસ્કૃતિક, 218 પ્રાકૃતિક અને 39 મિશ્રિત સ્થળ છે. સૌથી વધારે હેરિટેજ સ્થળો ધરાવતા લિસ્ટમાં ઈટલીનો પ્રથમ સ્થાને આવે છે. જ્યાં 55 વૈશ્વિક સ્તરના ઐતિહાસિક સ્થળો આવેલાં છે. જયારે બીજા નંબરે ચીન ( 55 ઐતિહાસિક સ્થળો ), ત્રીજા નંબરે સ્પેન (48 ઐતિહાસિક સ્થળો ), ચોથા નંબરે જર્મની (46 ઐતિહાસિક સ્થળો) અને પાંચમાં નંબરે ફ્રાંસનો (45 વૈશ્વિક ધરોહર સ્થળો) સમાવેશ થાય છે.

Taj mahal
en.wikipedia.org/wiki/Taj_Mahal

આ સાથે આ યાદીમાં ભારત છઠ્ઠા સ્થાને છે. હાલ (જુલાઈ, 2021) સુધીમાં ભારતમાં કુલ 40 વૈશ્વિક સ્તરની ઐતિહાસિક ધરોહર છે. જેમાં 32 સાંસ્કૃતિક, 7 કુદરતી અને 1 મિશ્ર વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. આ ઐતિહાસિક ધરોહરની લિસ્ટમાં સૌથી પહેલા નંબરે સાત અજાયબીમાનો એક “તાજમહેલ” છે. 1983માં સૌપ્રથમવાર સાંસ્કૃતિક મહત્તવ ધરાવતા સ્થળ તરીકે તાજમહેલ, અજંતા-ઈલોરાની ગુફાઓ, કોર્ણાકનું સૂર્ય મંદિર, આગ્રાનો કિલ્લો, હુમાયુનો મકબરો, કુતુબમિનાર, લાલકિલ્લો, જંતર-મંતર સામેલ છે. ત્યારબાદ 1985માં સૌપ્રથમવાર પ્રાકૃતિક સ્થળોને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું, જે અંતર્ગત કાજીરંગા નેશનલ પાર્ક કેઓલાદેવ નેશનલ પાર્ક, માનસ વાઇલ્ડલાઈફ સેન્ચુરી, સહિત કુલ 40 સ્મારકો, ઈમારતો અને સ્થળો છે. જેમાં તેલંગાણામાં આવેલું રામપ્પા મંદિર ભારતની 39મી વર્લ્ડ હેરિટેજ સાઇટ અને ગુજરાતમાં આવેલી ધોળાવીરાને 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

Ramappa Temple
en.wikipedia.org/wiki/Ramappa_Temple

UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળતાં શું લાભ મળે?

UNESCO
whc.unesco.org/en/list/
  • લોકપ્રિયતા, પ્રવાસન, રોજગારી અને આર્થિક લાભ

કોઈપણ સ્થળને જયારે વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન આપવામાં આવે છે ત્યારે સૌથી મોટો ફાયદો તેના ટૂરિઝમ, એટલે કે પ્રવાસનને મળે છે. કોઈપણ સાઇટને વર્લ્ડ હેરિટેજની માન્યતા મળ્યા બાદ ત્યાં ટુરિસ્ટોનો ખાસ ઘસારો જોવા મળે છે. આ સાથે જ દેશ-વિદેશમાં આ પ્રકારના સ્થળો આકર્ષણનું એક કેન્દ્ર બની જાય છે. આ સાથે લોકલ મીડિયાથી લઈને દેશ-વિદેશના મીડિયા, તેમજ ટ્રાવેલર, યુટ્યુબરો એને વ્લોગર તેની લોકપ્રિયતામાં વધારો થાય એ હેતુથી તેના વિડીયો અને લેખો બનાવી તેનો પ્રચાર-પ્રસાર કરે છે. આવું કરવાથી એ હેરિટેજ સાઇટની લોકપ્રિયતામાં વધારો થાય છે. આ સાથે જ પ્રવાસન સ્થળ ઉભું કરીને રોજગારી સાથે આર્થિક લાભ પણ પ્રાપ્ત થાય છે.

  • સંરક્ષણ માટે ભંડોળ મળવાને પાત્ર

વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામનારી જગ્યા સંરક્ષણ માટે ભંડોળ મેળવવાને પાત્ર બની જાય છે. આવી અમુલ્ય જગ્યાઓનું સંરક્ષણ કરવું એ એક જવાબદારી બની જાય છે. આવા કારણથી જો સાઇટના વૈશ્વિક પ્રોજેક્ટ મેનેજમેન્ટ સંસાધનો માટે મેન્ટેનન્સની જરૂર હોય કે પછી જો સાઇટના રક્ષણ માટે પણ કોઈ જરૂરીયાત હોય તો તેના માટે ભંડોળની ખાસ વ્યવસ્થા હોય છે.

  • યુદ્ધ જેવી સ્થિતિ વખતે ખાસ સંરક્ષણ અને નુકસાન થાય તો ફંડની મદદ

વર્લ્ડ હેરિટેજ સાઇટના લિસ્ટમાં સ્થાન મળ્યા બાદ જે-તે સ્થળનું સંરક્ષણકરવું ખુબ જ જરૂરી અર્થાત એક જવાબદારી બની જાય છે. આ ઉપરાંત ખાસ કરીને યુદ્ધ જેવી પરીસ્થિતિ વખતે જીનિવા કન્વેન્શન અંતર્ગત આવી વર્લ્ડ હેરિટેજ સાઇટ પર ખાસરૂપે ધ્યાન આપવામાં આવે છે. ધ્યાન રાખવા છતાંપણ યુદ્ધ દરમિયાન તેને કોઈ નુકશાન થાય તો તેને ફરીવાર જે સ્વરૂપમાં હતું એ જ સ્વરૂપ આપવામાં આવે છે. ભુતકાળમાં (2001માં) તાલિબાનીઓ દ્વારા 6ઠ્ઠી સેન્ચુરીમાં બનેલી 150 ફૂટની બુદ્ધ પ્રતિમા કે જે અફઘાનિસ્તાનના બામિયાન વેલીમાં આવેલી છે, જેને નુકસાન પહોચાડવામાં આવ્યું હતું. જેને પહેલાં જેવું સ્વરૂપ આપવા માટે યુનેસ્કો દ્વારા 4 મિલિયન ડોલરની મદદ કરવામાં આવી હતી.

Read Also

મડદાઓનો ઢગલો’ કહેવાતું 4500 વર્ષ જૂનું ગુજરાતનું સૌથી રહસ્યમય નગર

ગુજરાતમાં અહીં આવેલું છે 2.5 વીઘામાં ફેલાયેલું 500 વર્ષ જુનું વડનું ઝાડ, કોઈ કાપવાની નથી કરતું હિંમત

દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ દ્વારા કરવામાં આવતી અને લુપ્ત થતી એવી નૃત્ય કળા કે, જેમાં પુરુષો ધારણ કરે છે માતાજી જેવા જ વસ્ત્રો

ધોળાવીરાનો નાશ થવાનું કારણ

Dholavira
www.gujarattourism.com

ધોળાવીરાના નાશ માટે અલગ-અલગ મતો પ્રવર્તે છે. જેમાં એક મત મુજબ ધોળાવીરા આબોહવા પરિવર્તન અને સરસ્વતી નદી સુકાવાને કારણે તીવ્ર શુષ્કતાના તબક્કામાં પ્રવેશ કર્યો. જેના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું, જેના પગલે લોકોએ ગંગા ખીણ અથવા દક્ષિણ ગુજરાત તરફ અને મહારાષ્ટ્રમાં આગળ વધવાનું શરૂ કર્યું હશે એવું માનવામાં આવે છે. ત્યારબાદ ખદીર ટાપુ પર સ્થિત કચ્છનું રણ જેના પર ધોળાવીરા સ્થિત છે, તે નૌકાવિહાર માટે વપરાતું હતું. પરંતુ દરિયો ધીમે-ધીમે ઘટતો ગયો અને રણ કાદવની સપાટી બની ગયો. આ રીતે ધોળાવીરાનો નાશ થયો હોય એવું માનવામાં આવે છે.

Dholavira
www.gujarattourism.com

આ સાથે બીજા મત મુજબ ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશનોગ્રાફી’ આ સંસ્કૃતિના પતન માટે પાણીને જવાબદાર ગણાવે છે. ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરેલા સંશોધન મુજબ એવા સંકેતો પ્રાપ્ત થયાં છે કે કચ્છના દરિયાકિનારે આવેલી ભયંકર સુનામીના કારણે ધોળાવીરાનો નાશ થયો હશે.

Dholavira
www.gujarattourism.com
  • ધોળાવીરા – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 358 km.) – Rs.8500 – 11000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.2500 – 4000
  • જમવાનો ખર્ચ – Rs.2000 – 2500
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1500 – 2000
  • કુલ – આશરે 14,500 થી 19,500/—
  • અંતર (Distance)
  • અમદાવાદથી – 358 km.
  • વડોદરાથી – 467 km.
  • સુરતથી – 619 km.
  • રાજકોટથી – 259 km.
  • કચ્છથી – 283 km.

જાણીતી હોટલો Rann Resort Dholavira

પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક : ખદીરબેટ બસ સ્ટોપ, ભુજ રેલ્વે સ્ટેશન, ભુજ એરપોર્ટ

850 વર્ષ જૂનાં અને જમીનથી 150 ફૂટ ઊંચાઈએ આવેલાં આ કિલ્લાના 12 વર્ષ સુધી બંધ હતા મુખ્યદ્વાર, કારણ છે ચોંકાવનારું

Uparkot Fort Junagadh

જુનાગઢ શહેરનો ઈતિહાસ સદીઓ પુરાણો છે. આ સાથે આ પ્રદેશ તેના સમયના ઘણા શાસકોનો પરિચય પણ આપે છે. આથી જ જુનાગઢની સંસ્કૃતિ અને ત્યાંની કહાનીઓ રસપ્રદ છે. આ સંસ્કૃતિનો પ્રભાવ તેનાં આર્કીટેક્ચર, તહેવારો, રિવાજો, કળાઓ તેમજ તેમની હસ્તકળામાં સ્પષ્ટ દેખાય છે. આવા જ સાંસ્કૃતિક વારસાનો પરિચય આપતો ઉપરકોટનો કિલ્લો (Uparkot Fort Junagadh) જૂનાગઢની એક આગવી ઓળખ છે. આ કિલ્લો પ્રાચીન તો છે જ પરંતુ સાથે એટલું જ ઐતિહાસીક મહત્વ પણ ધરાવે છે. તેના પ્રવેશદ્વાર પરથી જ કિલ્લાની ભવ્યતાનો અંદાજો લગાવી શકાય છે. ઉપરકોટનો આ કિલ્લો ગુજરાતના નવાબ મહંમદ બેગડા અને ચુડાસમા શાસક યુગના પ્રતિક સમાન છે.

Uparkot Fort Junagadh
www.gujarattourism.com

ઉપેરકોટ (Uparkot Fort Junagadh) અને વિવિધ શાસકો

રૈવત કે રૈવતક એટલે કે ગિરનાર, ગિરનારની તળેટીમાં આ કિલ્લો આવેલ છે. આશરે આજથી 5000 વર્ષ પહેલાં યાદવ કુળનાં મથુરાના રાજા ઉગ્રસેન (કંસના પિતા) દ્વારા પર્વત કાપીને કિલ્લાનું નિર્માણ કરાવવામાં આવ્યું હતુ. તે સમયે કિલ્લાને “રૈવતનગર” નામ આપવામાં આવ્યું હતુ. આમ ઉગ્રસેન દ્વારા ઉપરકોટના પાયા નખાયા હોવાની જાણકારી મળે છે. પરંતુ ત્યારબાદ રાજપૂત વંશ શાસનમાં આવતા ગિરનારના ગઢ પરથી આ જગ્યાને જુનાગઢ નામ આપવામાં આવ્યું. હાલમાં કિલ્લો 150 ફૂટની ઊંચાઈએ આવેલો હોવાથી આ કિલ્લો “ઉપરકોટ”ના (Uparkot Fort Junagadh) નામે ઓળખાય છે.

Uparkot Fort Junagadh
www.gujarattourism.com

ઉપરકોટનું બાંધકામ મૌર્ય યુગમાં ઈ.સ. પૂર્વે 319માં મૌર્ય શાસક, ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કરાવવામાં આવ્યું હતું. ગુપ્તયુગ પછી સૌરાષ્ટ્રની રાજધાની બદલાતા આ કિલ્લો જંગલથી ઘેરાતા વિસરી ગયો હતો. ત્યારબાદ 10મી સદીની આસપાસ ચુડાસમા શાસકના સમયમાં આ કિલ્લાને ફરી શોધવામાં આવ્યો હતો.

એવું પણ કહેવાય છે કે ચુડાસમા વંશના રાજા રા’ખેંગાર એ પાટણ પર આક્રમણ કર્યું હતુ. તે સમયે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ માળવા સાથે યુદ્ધ કરવા ગયા હતા. પરંતુ મીનળદેવી અને પાટણના મંત્રી શાંતુની કુશળતાથી રા’ખેંગાર ખાલી હાથે પાછો ફર્યો. માળવા જીતીને આવતા આ આક્રમણની જાણ થતાં અને કિલ્લા પર આધિપત્ય મેળવવા માટે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહએ ઉપરકોટને 12 વર્ષના સમયગાળા માટે ઘેરી લીધો હતો પરંતુ કિલ્લો ભેદી શકાયો નહી.

Uparkot Fort Junagadh
www.gujarattourism.com

રા’ખેંગારના ભાણેજ દેશળ-વિશળે જ કર્યો હતો સગા મામા સાથે દગો

આ કિલ્લામાં આવેલાં અનાજભંડારના ગોડાઉનમાં 13 વર્ષે સુધી ખાવા માટે આનાજનો સંગ્રહ કરી શકાય એવી સગવડતા હતી. પરંતુ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ કિલ્લામાં પ્રવેશ ન કરી શકે એ માટે 12 વર્ષ સુધી આ કિલ્લાનો મુખ્ય દ્વાર બંધ રાખવામાં આવ્યો હતો. પરંતુ અનાજ પૂરું થઈ જતાં રા’ખેંગારના ભાણેજ દેશળ-વિશળ અનાજ લેવા માટે બહાર ગયા હતા. ત્યારે દેશળ અને વિશળને સિદ્ધરાજ જયસિંહે કહ્યું કે જો તે બંને તેમને કિલ્લામાં પ્રવેશ કરવામાં મદદ કરશે તો રાણકદેવીને બાદ કરતાં જુનાગઢનું રાજ્ય તેમને આપવામાં આવશે. ગાદીની લાલચમાં આવીને દેશળ-વિશળે મામા સાથે દગો કર્યો અને અનાજના બદલે કોથળામાં સિદ્ધરાજ જયસિંહનું સૈન્ય કિલ્લામાં પ્રવેશવા લાગ્યું ત્યારે મુખ્ય દ્વાર બેસતાં ચોકીદારોએ વિચાર કર્યો કે આ કોથળામાં ભાલો મારશું અને જો અનાજ હશે તો અનાજની ઢગલી થશે અને કોઈ વ્યક્તિ હશે તો લોહી નીકળશે. ત્યારબાદ કોથળામાં ભાલો મારતાં લોહી નીકળ્યું અને ત્યાંથી યુદ્ધની શરૂઆત થઇ. અને સૈન્ય ગઢમાં પ્રવેશી ગયું અને યુદ્ધમાં રા’ખેંગારનું મૃત્યુ થયું અને રાણકદેવી વઢવાણ પાસે ભોગાવો નદી નજીક સતી થયા. એકમાત્ર મહંમદ શાહ બેગડા સિવાય અન્ય કોઈ દ્વારા આ કિલ્લો (Uparkot Fort Junagadh) ભેદી શકાયો નથી.

Uparkot Fort Junagadh
en.wikipedia.org/wiki/Uparkot_Fort

મહેમદાબાદના નવાબ મહંમદ શાહ બેગડાએ 24 કલાકમાં જુનાગઢ પર કર્યો હતો કબજો

અમદાવાદ પાસે આવેલ મહેમદાબાદના નવાબ મહંમદ શાહએ 24 કલાકની અંદર જ જુનાગઢ અને પાવાગઢ પર કબજો કર્યો હતો. આ બેગઢોને જીતવાને કારણે મહંમદ શાહને “બેગડો” (બેગઢો અપભ્રંશ થતાં બેગડો થયું) કહેવામાં આવતો હતો. આ સિવાય મહંમદ શાહને “બેગડો” કહેવાનો બીજું પણ કારણ છે. બેગઢોનો મૂળ શબ્દ “બીઘરો” (એટલે સોરઠી ભાષામાં કહીએ તો વગડો) એટલે કે સીધાં લાંબા શીંગળાવાળો બળદ. મહંમદ શાહ દેખાવે લાંબી, ધીંગી ને સીધી મૂછો રાખતો તેથી તેને ‘બીઘરા’ બળદનું બિરૂદ પણ આપવામાં આવ્યું હતુ. મહંમદ શાહ બેગડાને “ગુજરાતના અકબર” તરીકે પણ ઓળખવામાં આવે છે. મહંમદ બેગડાએ જુનાગઢને “મુસ્તુફાબાદ” નામ આપ્યું હતું.

Uparkot Fort Junagadh
en.wikipedia.org/wiki/Uparkot_Fort

કિલ્લો 150 ફૂટની ઊંચાઈએ આવેલો હોવાથી નામ પડ્યું ઉપરકો (Uparkot Fort Junagadh)

કિલ્લો જમીન સપાટીથી આશરે 150 ફૂટની ઊંચાઈએ આવેલો હોવાથી “ઉપરકોટ” નામ પડ્યું છે. આશરે 850 વર્ષ જૂનો આ કિલ્લો (Uparkot Fort Junagadh) અભેદ હોવાનું કારણ તેના ફરતે બાંધવામાં આવેલી 9 કિમી. લાંબી, 150 ફૂટ ઊંચી તથા અંદાજીત 10 ફૂટ જાડી દીવાલ છે. આ ઉપરાંત કિલ્લાની સુરક્ષા માટે સમગ્ર કિલ્લાની બહારની બાજુએ 150 ફૂટ ઊંડી ખાડી બનાવવામાં આવી હતી. આ ખાડીમાં પાણી ભરીને તેમાં ઝેરી જાનવર અને મગર નાખવામાં આવતાં હતા. જેથી મુખ્ય પ્રવેશદ્વાર સિવાય દુશ્મનો અન્ય કોઈપણ જગ્યાએથી કિલ્લામાં પ્રવેશ કરી શકે નહી.

Uparkot Fort Junagadh
en.wikipedia.org/wiki/Uparkot_Fort

કહેવાય છે શહેરની ફરતે 7 દરવાજાઓ આવેલા છે. આ 7 દરવાજાઓ જોડતી દીવાલથી કિલ્લો રચાતો જે પ્રજાની સુરક્ષા માટે બનાવાયેલો હોવાનું માનવામાં આવે છે. તેમજ કિલ્લામાં પ્રજા રહેતી અને તેના ઉપર આવેલા ઉપરકોટમાં રાજા રહેતા અને પ્રજાનું રક્ષણ કરતા. અમુક નિશ્ચિત સમય માટે જ કિલ્લાના દરવાજા ખોલવામાં આવતાં હતા. આ કિલ્લા પર અંદાજે 16 વખત ઘેરાબંધી કરવામાં આવી હતી.

જુનાગઢમાં આવેલો આ કિલ્લો હિન્દુ, બૌદ્ધ, જૈન, બ્રિટિશ કોલોની, ઇસ્લામી હુમલા અને નવાબી શાસકોના યુગનો સાક્ષી છે. લગભગ બીજી સદીની બૌદ્ધ ગુફાઓ તેમજ મુસ્લિમ શાસકો દ્વારા અહીં મસ્જીદ પણ બનાવેલી છે. 20 મીટર ઊંચી દીવાલો, વિશિષ્ઠ પ્રવેશદ્વાર, વિખ્યાત ખાપરા, કોડિયાના ભોંયરા તરીકે ઓળખાતા સ્થાનો અહીં છે. અહીંથી ખોદકામ કરતા જુના કોર્ટની દીવાલો, કોઠારો, કોઠીઓ, ગુપ્ત લિપિ કોતરેલી શિલાઓ, જૂની મૂર્તિઓ, પાત્રો તથા બૌદ્ધકાલિન અવશેષો મળી આવ્યા છે.

કિલ્લામાં આવેલી તોપ અંગેની માહિતી

Uparkot Fort Junagadh
www.gujarattourism.com

વર્તમાન સમયમાં સરકાર દ્વારા કિલ્લાના પ્રવેશદ્વાર નજીક લોકો નિહાળી શકે તે માટે 2 ઐતિહાસિક તોપ પણ મૂકવામાં આવી છે. જેમાંથી એક “નીલમ” નામની મોટી તોપ 17.5 ફૂટ લાંબી છે. તે 4 કિમી.ની રેન્જમાં ફાયર કરવા માટે સક્ષમ છે. તેમજ બીજી “માણેક” નામની તોપ 7.5 ફૂટ લાંબી છે. જે 2 કિમી.ની રેન્જમાં ફાયર કરવા માટે સક્ષમ છે. આ બંને તોપને ઈરાની શૈલીની પંચ ધાતુ લોખંડ, પીતળ, તાંબુ, જસત અને કાંસામાંથી બનાવેલી હોવાથી આ તોપને કાટ લાગતો નથી. આ તોપ તુર્કી શાસક દ્વારા ઈ.સ. 1538 માં દીવમાં થયેલા પોર્ટુગીઝ સામેના યુદ્ધમાં વાપરવામાં આવી હતી. મહંમદ શાહ બેગડા દ્વારા આ તોપ ઉપરકોટમાં લાવવામાં આવી હતી. આ નીલમ તોપ પર તેની યાદમાં અરબી ભાષામાં “સુલતાન મહંમદ શાહ બેગડો” પણ લખેલું છે.

Uparkot Fort Junagadh
www.gujarattourism.com
Uparkot Fort Junagadh
www.gujarattourism.com

ઉપરકોટમાં કુલ 8 સ્મારક આવેલા છે. જેમાં અડી-કડીની વાવ, બુદ્ધ ગુફાઓ, નવઘણ કૂવો, રાણકદેવી મહેલ, વોચ ટાવર, તોપ, કિલ્લાની સુરક્ષા કરતી કિલ્લાની ફરતે બનાવેલી ખાડી, અનાજના ભંડાર જે વર્તમાન સમયમાં પણ આકર્ષણનું કેન્દ્ર છે. તેમજ ઉપરકોટની એક તરફ લીલાછમ પર્વત અને બીજી તરફ સમગ્ર શહેરનો અદ્ભૂત નજારો જોવા મળે છે. જેથી અહીંયા ફોટોગ્રાફી માટે પણ સારું લોકેશન મળી રહે છે.

Uparkot Fort Junagadh
en.wikipedia.org/wiki/Uparkot_Fort

Read Also

આ દીકરી છે માત્ર 1 વર્ષ અને 7 મહિનાની ઉંમરે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં ડંકો વગાડનાર ભારતની યંગેસ્ટ વ્યક્તિ

રાજકોટમાં આવેલુ આ અમરઝાડ છે અજીબો-ગરીબ, ઝાડ નીચે બેસી ગાંઠિયા ખાઈ માનતા પૂરી કરવાની આશ્ચર્યજનક પરંપરા

ગુજરાતની આ ગુફા છે અનોખી, ગુફામાં પ્રવેશતા જ થશે કુદરતી ACનો અહેસાસ સાથે જોવા મળશે સોનાની માટી

Uparkot Fort Junagadh
en.wikipedia.org/wiki/Uparkot_Fort
  • ઉપરકોટ – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 318 km.) – Rs.7600 – 9000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1500 – 2800
  • જમવાનો ખર્ચ – Rs.1400 – 2000
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1200 – 2000
  • કુલ – આશરે 11,700 થી 15,800/—
  • અંતર (Distance)
  • અમદાવાદથી – 318 km.
  • વડોદરાથી – 364 km.
  • સુરતથી – 524 km.
  • રાજકોટથી – 104 km.
  • કચ્છથી – 404 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક : જુનાગઢ બસ સ્ટોપ, જુનાગઢ રેલ્વે સ્ટેશન, રાજકોટ એરપોર્ટ

આલેખન – રાધિકા મહેતા

આ મંદિરના શિવલિંગનો ખુદ સમુદ્ર કરે છે દિવસમાં બે વાર જળાભિષેક, અહીંનો ઈતિહાસ છે રસપ્રદ

Posted By admin August 12, 2021
Stambheshwar Mahadev Temple

ભારત અને ગુજરાતના ઘણાં મંદિરો તેની પૌરાણિક કથા અને તેની માન્યતાના કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. પરંતુ ભરુચનું સ્તંભેશ્વર મહાદેવ મંદિર (Stambheshwar Mahadev Temple) અચાનક ગાયબ થઇ જવાના કારણે સમગ્ર ભારતમાં જાણીતું છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિર ભગવાન શિવનું એક એવું મંદિર છે કે જેનો જળાભિષેક સમુદ્ર પોતે દિવસમાં 2 વાર કરે છે. આ મંદિરનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ કરવામાં આવેલો છે.

Stambheshwar Mahadev Temple
Photo : www.stambheshwarmahadev.com

કાવી-કંબોઈ ગામમાં આવેલું છે આ પૌરાણિક સ્તંભેશ્વર મહાદેવનું મંદિર (Stambheshwar Mahadev Temple)

સ્તંભેશ્વર મહાદેવનું (Stambheshwar Mahadev Temple) આ ઐતિહાસિક શિવ મંદિર ગુજરાતના વડોદરાથી 75 કિમી. દૂર ભરુચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામમાં અરબ સાગરના કિનારે આવેલું છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિર ભગવાન શિવપુત્ર કાર્તિકેયના પ્રાયશ્ચિતના પરિણામરુપે નિર્માણ કરવામાં આવેલું છે. અરબ સમુદ્ર અને ખંભાતના અખાતની વચ્ચે સ્થિત આ મંદિર દરિયામાં ભરતી દરમ્યાન પાણીમાં સમાઈ જાય છે અને પાણી ઓસર્યા બાદ ફરી ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકાય છે. જયારે મંદિર ભરતીના સમયે સમુદ્રમાં સમાઈ જાય ત્યારે એવું લાગે કે જાણે અહીંયા કોઈ મંદિર જ નથી. આ ચમત્કારના કારણે મહાદેવજીના ભક્તોમાં આ મંદિર ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. કુદરતનો આ અદ્ભુત નજારો જોવા માટે દુર-દુરથી ભક્તોની ભીડ અહીં ઉમટી પડે છે.

Stambheshwar Mahadev Temple
Photo : www.stambheshwarmahadev.com

સ્તંભેશ્વર મહાદેવના મંદિરની (Stambheshwar Mahadev Temple) સ્થાપના અને ઈતિહાસ

સ્તંભેશ્વર મહાદેવના આ તીર્થસ્થળનો ઉલ્લેખ શ્રી મહાશિવપુરાણમાં રૂદ્રસહિતાં ભાગ –2, અધ્યાય–11 માં પાન નં. 358 ઉપર તથા અઢાર પુરાણોમાંના સૌથી મોટા સ્કંદ મહાપુરાણમાં કુમારીકા ખંડમાં 72માં પાનાથી 189 નંબરના પાના સુધી વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરની શોધ આશરે 200 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. આ મંદિરનું શિવલિંગ 4 ફૂટની ઊંચાઈ અને 2 ફૂટનો વ્યાસ ધરાવે છે.

Stambheshwar Mahadev Temple
Photo : www.stambheshwarmahadev.com

સ્કંદ મહાપુરાણમાં વર્ણવેલ કથા અનુસાર તાડકાસુર નામના એક શિવભક્ત રાક્ષસે કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. ફળસ્વરૂપે ભગવાન શિવે તાડકાસુરને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે તાડકાસુરે ભગવાન શિવ પાસે વરદાન માંગ્યું કે તેને કોઈ મારી ન શકે જેના બદલામાં ભગવાને કહ્યું કે આ તો અસંભવ છે. ત્યારે તાડકાસુરે એવું વરદાન માંગ્યું કે તેને માત્ર શિવપુત્ર જ મારી શકે કે જેની ઉંમર માત્ર 6 દિવસની જ હોય (આવું વરદાન માંગવા પાછળનું કારણ એવું હતું કે તાડકાસુર જાણતો હતો કે શિવ ભગવાન વૈરાગી છે એટલે એમના લગ્ન-સંસાર અને બાળકનો પ્રશ્ન જ ઉભો નહી થાય અને તેને કોઈ મારી જ નહી શકે). આ સાંભળીને ભગવાન શિવે તાડકાસુરને આ વરદાન આપી દીધું. આ વરદાન મળતાની સાથે જ તાડકાસુરે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો. તેનાથી હેરાન-પરેશાન થઈને તમામ દેવતાઓ અને ઋષિમુનિઓ ભગવાન શિવ પાસે ગયા અને ભોળાનાથને તાડકાસુરના ત્રાસમાંથી મુક્ત કરવા માટે આજીજી કરી. તેની પ્રાર્થના સાંભળ્યા બાદ શિવ-શક્તિના તેજથી શ્વેત પર્વતના કુંડમાં કાર્તિકેય ઉત્પન્ન થયા. આ શિવપુત્ર કાર્તિકેયને 6 માથા, 4 આંખો અને 12 હાથ હતા. આમ આ 6 દિવસના કાર્તિકેયે તાડકાસુરનો વધ કર્યો અને તમામ દેવતાઓ અને ઋષિમુનિઓને તાડકાસુરના આતંકમાંથી મુક્ત કર્યા. પરંતુ ત્યારબાદ કાર્તિકેયને ખબર પડી કે તે અસુર તાડકાસુર શિવભક્ત હતો જેથી તેઓને ખુબ દુ:ખ થયું. તેઓ પિતાના પરમભક્તની હત્યાનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા. જેથી તેમણે દેવતાઓના માર્ગદર્શન હેઠળ મહીસાગર સંગમ તીર્થ પર વિશ્વનંદક સ્તંભની સ્થાપના કરી અને ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. તેમના તપથી પ્રસન્ન થયેલા શિવજી સ્વયં ત્યાં બિરાજમાન થયા હતા. ત્યારથી જ આ વિશ્વનંદક સ્તંભના નામથી આ જગ્યાનું નામ સ્તંભેશ્વર પડ્યું.

Stambheshwar Mahadev Temple
Photo : www.stambheshwarmahadev.com
Stambheshwar Mahadev Temple
Photo : www.stambheshwarmahadev.com

કહેવાય છે કે અહીં પવિત્ર નદી મહિસાગરનું સમુદ્ર સાથે સંગમ થાય છે. જેથી તેને “સંગમેશ્વર તીર્થ”, “સંગમ તિર્થ” કે પછી “ગુપ્ત તિર્થ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પવિત્ર સ્થળ પર શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી ભક્તોને મનોકામના પૂર્ણ થાય છે અને ઈચ્છા મુજબનું ફળ પણ પ્રાપ્ત થાય છે.

Stambheshwar Mahadev Temple
Photo : www.stambheshwarmahadev.com
Stambheshwar Mahadev Temple
Photo : www.stambheshwarmahadev.com

મહાશિવરાત્રિ તેમજ અમાસના દિવસે અહીં થાય છે મેળાનું આયોજન

સ્તંભેશ્વર મંદિરે (Stambheshwar Mahadev Temple) મહાશિવરાત્રિના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. આ સાથે જ મહાશિવરાત્રિના દિવસે અહીં ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે. તેમજ દર અમાસે અહીં મેળો ભરાય છે. ભગવાન ભોળાનાથના પૂજન માટે સૌથી મહત્વની ગણાતી પ્રદોષની રાત્રે ચારે પ્રહર સુધી અહીં મહાદેવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ ઉપરાંત પૂનમ તેમજ અગિયારસની રાત્રે પણ હજારો ભક્તો સમગ્ર રાત્રી દરમ્યાન ભગવાન શિવની વિશેષ પૂજાનો લાભ લે છે.

Stambheshwar Mahadev Temple
Photo : www.stambheshwarmahadev.com

શ્રદ્ધાળુઓને ભરતી અને ઓટનો સમય ખબર રહે એ માટે ખાસ હીં આપવામાં આવે છે પેમ્પલેટ

અહીં આવનારા તમામ શ્રદ્ધાળુઓને ખાસ પેમ્પલેટ આપવામાં આવે છે. જેમાં દરિયામાં ભરતી અને ઓટનો સમય લખેલો હોય છે. જેથી ભરતી દરમ્યાન મંદિરના પરિસરને ખાલી કરવામાં શ્રદ્ધાળુઓનો સહકાર મળે અને અહીં આવનારા લોકોને શિવજીના દર્શન કરવા માટે હેરાન પણ ન થવું પડે.

Stambheshwar Mahadev Temple
Photo : www.stambheshwarmahadev.com

શ્રાવણ મહિનામાં અહીં લોકોની સંખ્યા હજારોમાં હોય છે. તેમજ લાખોની સંખ્યામાં બીલીપત્રો સ્તંભેશ્વર મહાદેવ પર ચઢાવવામાં આવે છે. આ સાથે હજારો લીટર દૂધ અને શેરડીના રસથી મહાદેવ પર અભિષેક કરવામાં આવે છે. સ્તંભેશ્વર મહાદેવના મંદિરની આરતી શંખ, નગારા, ઘંટ જેવા અલગ-અલગ વાજિંત્રો વગાડીને કરવામાં આવે છે. અહીંનું પુણ્ય લાખો ગણું છે. જે પુણ્યના ભાગીદાર બનવા માટે શ્રાવણ મહિનામાં દેશભરમાંથી લોકો અહીં આવે છે.

આ અલૌકિક પવિત્ર તીર્થધામના દર્શન કરી ભક્તોને ધન્યતાનો અનુભવ થાય છે. આ સાથે શિવલિંગનું સમુદ્ર દ્વારા કરવામાં આવતા જળાભિષેકની પ્રાકૃતિક ઘટનાના આ અલૌલિક દ્રશ્યને નિહાળવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે. જો હજુ સુધી આ ચમત્કારિક શિવાલયના તમે દર્શન ન કર્યા હોય તો એકવાર આ સ્તંભેશ્વર મહાદેવના મંદિરની અવશ્ય મુલાકાત લેજો.

Read Also

ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે

ગુજરાતમાં આવેલી છે એક એવી બોર્ડર કે જ્યાં, સર્જાય છે વાઘા બોર્ડર જેવા જ દ્રશ્યો

દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ

Stambheshwar Mahadev Temple
Photo : www.stambheshwarmahadev.com
Stambheshwar Mahadev Temple
Photo : www.stambheshwarmahadev.com
  • સ્તંભેશ્વર મહાદેવ મંદિર – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 172 km.) – Rs.4000 – 5500
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1200 – 2500
  • જમવાનો ખર્ચ – Rs.1200 – 2000
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1000 – 2000
  • કુલ – આશરે 7,400 થી 12,000/—
  • અંતર (Distance)
  • અમદાવાદથી – 172 km.
  • વડોદરાથી – 75 km.
  • રાજકોટ – 317 km.
  • સુરતથી – 173 km.
  • કચ્છથી – 570 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – કાવી/કંબોઈ બસ સ્ટોપ, કાવી/જંબુસર/ભરૂચ રેલ્વે સ્ટેશન, વડોદરા એરપોર્ટ.

રાજકોટમાં આવેલી છે આ 191 વર્ષ જૂની એવી બોરડી કે, જેમાં એક પણ કાંટો જ નથી

Posted By admin August 8, 2021
Rajkot Prasadini Bordi

બોરડી આ નામ સાંભળતા જ તમને એના ખાટા મીઠા બોર યાદ આવી જાય, આ ખાટા મીઠા બોર જે બોરડી આપે છે એ જ બોરડીમાં તીક્ષ્ણ કાંટાઓ પણ આવેલા હોય છે. પરંતુ રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં એક એવી પ્રાચીન બોરડી આવેલી છે કે જે બોરડીમાં કાંટા જ નથી (Rajkot Prasadini Bordi), જાણીને નવાઈ લાગશે પરંતું આ સનાતન સત્ય છે.

Rajkot Prasadini Bordi

સ્વયં ભગવાન સ્વામિનારાયણના હસ્તે નિર્માણ પામેલા મુખ્ય છ ધામમાં પ્રભુ શ્રી હરિએ પોતે જ મુર્તિઓ સ્થાપિત કરી હતી. જેમાં અમદાવાદ (શ્રી નરનારાયણ દેવ), ભુજ (શ્રી નરનારાયણ દેવ), વડતાલ (શ્રી લક્ષ્મીનારાયણ દેવ), ધોલેરા (શ્રી મદનમોહન દેવ), જૂનાગઢ (શ્રી રાધારમણ દેવ), ગઢપુર (શ્રી ગોપીનાથજી મહારાજ)નો સમાવેશ થાય છે. પરંતુ આજથી આશરે 191 વર્ષ પહેલાં બનેલી એક ચમત્કારિક દૈવી ઘટના અને તેની સ્મૃતિને સંઘરીને બેઠેલા ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરનો મહિમા કાંટા વિનાની બોરડીને કારણે આ બધા મંદિરો કરતાં વિશેષ રહ્યો છે.

Rajkot Prasadini Bordi

દરબાર અભેસિંહજીએ પોતાની જમીન રૂ.10 હજારમાં વેચીને આ મંદિર માટે જગ્યા ખરીદી હતી

રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરની ધરા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની પદરજથી પાવન થઈ છે. નિજ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ સાથે શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સાથે શ્રી ધર્મદેવ અને ભક્તિમાતા, શ્રી ઘનશ્યામજી મહારાજ બિરાજમાન છે. મેંગણીના દરબાર અભેસિંહજી દ્વારા આ મંદિર માટેની જગ્યા ખરીદવામાં આવી હતી. એ સમયમાં દરબાર અભેસિંહજીએ પોતાની જમીન રૂ.10 હજારમાં વેચીને ભૂપેન્દ્ર રોડ પર સ્થિત મંદિર માટે જગ્યા ખરીદી હતી. ત્યારબાદ સ્વામિનારાયણની છત્રી બનાવી હતી. હાલ આ જ મંદિરના પ્રાંગણમાં આ પ્રસાદીની બોરડી સ્થિત છે.

Rajkot Prasadini Bordi
Rajkot Prasadini Bordi

પ્રસાદીની બોરડીનો (Rajkot Prasadini Bordi) મહિમા

આ પૃથ્વી પર અનેક વૃક્ષો આવેલાં છે. પરંતુ મંદિરના પટાંગણમાં આવેલી બોરડી (Rajkot Prasadini Bordi) વિશ્વનું એક એવું વૃક્ષ છે કે જેણે એક સંતના વચનના કારણે અનાદિકાળનો ક્યારેય ન બદલાય એવો કાંટાળો સ્વભાવ છોડી દીધો હતો. અંગ્રેજ સલ્તનત મુંબઈ ઇલાકાના ગવર્નર સર જ્હૉન માલકમના આમંત્રણને માન આપીને ભગવાન શ્રી હરિ સવંત 1886 ના ફાગણ સુદ – 5 એટલે કે તા. 26-02-1830 ના રોજ રાજકોટ પધાર્યા હતા. ત્યારે આ બોરડીની બાજુમાં સંતો અને હરિભકતોની સભા કરીને બિરાજમાન હતા. આ સમયે યોગીરાજ સદ્. ગોપાળાનંદ સ્વામી આ બોરડીની નીચેથી પસાર થયા અને બોરડીના કાંટા સ્વામીજીના રૂમાલ (પાઘ)માં ભરાયા તેથી સ્વામીજીના મુખમાંથી અચાનક જ શબ્દો સરી પડ્યા, “અરે સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમનારાયણનો તને સાક્ષાત સંબંધ થયો છતાં તે તારો સ્વભાવ છોડ્યો નહિ” ગોપાળાનંદ સ્વામીના આ શબ્દો સાંભળતાં જ બોરડીના તમામ કાંટા ખરી પડ્યા અને આ બદરીવૃક્ષ નિસ્કંટક (Rajkot Prasadini Bordi) બન્યું. જે આજે પણ ઇતિહાસનું સાક્ષી બનીને ઉભુ છે.

Rajkot Prasadini Bordi

નિસ્કંટક (કાંટા વિનાની) બોરડીની (Rajkot Prasadini Bordi) વિશેષતા

  • આશરે 191 વર્ષથી આ સ્થાને અડીખમ ઉભું છે બોરડીનું વૃક્ષ
  • આ વિશાળ બોરડીના વૃક્ષમાં નથી એક પણ કાંટો
  • વનસ્પતિ શાસ્ત્રના નિયમોથી છે વિપરીત
Rajkot Prasadini Bordi
  • વિજ્ઞાનના તથ્યને ધર્મના રહસ્યથી ઉપજાવે છે અચંબો
  • પ્રસાદીની બોરડીમાં બારેમાસ આવે છે બોર
Rajkot Prasadini Bordi
  • ખાસ મંગળવાર અને શનિવારે અહીં ગોળ અથવા બોરની માનવામાં આવે છે માનતા
  • આ પ્રસાદીની બોરડીની પરિક્રમા કરવાથી ભક્તોના સાકાર થાય છે સંકલ્પો
  • અહીં ભક્તો દ્વારા બોરડીનું એક પણ પાન નથી આવતું તોડવામાં
  • બોરડીની નીચે પડેલા પાનને જ લેવામાં આવે છે પ્રસાદી તરીકે
  • આ જ બોરડીના બોરને કોઈ વાવે તો તેમાં આવે છે કાંટા પરંતુ આ બોરડી વર્તમાન સમયમાં પણ છે કાંટા વિનાની
Rajkot Prasadini Bordi

પ્રસાદીની બોરડીનો બદરીવંદન મહોત્સવ

ફાગણ સુદ પાંચમના રોજ બોરડીની ચમત્કારિક દૈવી ઘટના ઘટી હોવાથી બોરડીનો બદરીવંદન મહોત્સવ દર વર્ષે ફાગણ સુદ 5 ના દિવસે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં પ્રસાદીની બોરડીની ભગવાનની જેમ જ પૂજા અર્ચના કરી, શોડાત્સવ અને અન્નકૂટ કરવામાં આવે છે.

Rajkot Prasadini Bordi

વનસ્પતિ શાસ્ત્રના નિયમ મુજબ કાંટાળી પ્રકૃતિ ધરાવતા વૃક્ષનું કાંટા વગર જીવિત રહેવું અશક્ય બાબત છે જેથી આ બાબતના તથ્યો શોધવા પ્રસાદીની આ અનોખી બોરડીમાં વનસ્પતિશાસ્ત્રીઓ આજદિન સુધી સંશોધન કરે છે. આશરે 191 વર્ષ જેટલા પુરાતન આ વૃક્ષને (Rajkot Prasadini Bordi) ગુજરાત સરકાર દ્વારા “હેરિટેજ ટ્રી” (ઐતિહાસીક વૃક્ષ) જાહેર કરાયું છે.

Rajkot Prasadini Bordi

શ્રી સ્વામિનારાયણ ભગવાનની જાણકારી

ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ સોમવાર, 2 એપ્રિલ 1781 ના રોજ સંવત 1837 ના રામનવમીના રોજ ઉત્તરપ્રદેશના છપૈયા ગામમાં ધર્મદેવ અને ભક્તિમાતાના ઘરે થયો હતો. રામપ્રતાપજી અને ઇચ્છારામજી તેમના ભાઈ છે. ભગવાન તેમના બાળપણમાં “ઘનશ્યામ”(ભક્તિ-માતા દ્વારા આપવામાં આવેલ) નામે અને ત્યારબાદ “નીલકંઠ વર્ણી” (છપૈયામાં માર્કંડે ઋષિ દ્વારા આપેલું), “હરિ કૃષ્ણ”, “સહજાનંદ સ્વામી”, “નારાયણ મુનિ” (પિપ્લાનામાં રામાનંદ સ્વામી દ્વારા આપવામાં આવેલ), “શ્રીજી મહારાજ” (તેમના ભક્તો દ્વારા આપવામાં આવેલ) નામે જાણીતા છે. ઘનશ્યામજી મહારાજની 11 વર્ષની ઉંમરે તેમના માતા-પિતા પંચમહાભૂતમાં વિલિન થયા હતા. ત્યારબાદ તેમને ઘર છોડીને ભારત ભ્રમણની શરૂઆત કરી અને રામાનંદ સ્વામીને પોતાના ગુરુ બનાવ્યા હતા. 7 વર્ષ, 1 મહિનો અને 11 દિવસની મુસાફરી બાદ તેઓ ગુજરાત પહોંચ્યા અને વૈદિક ધર્મ, વૈરાગ્ય અને ધર્મદર્શન અને તેના મહત્વને તેઓએ વાસ્તવિક અર્થમાં સમજાવ્યું હતુ. શ્રી સ્વામિનારાયણ ભગવાને મંદિરો, ધાર્મિક પુસ્તકો, આચાર્યો અને સંતો માટે સારી વ્યવસ્થા સ્થાપિત કરી હતી, જેથી આવનાર પેઢી માટે ભવિષ્યમાં યોગ્ય માર્ગદર્શન મળી શકે.

Rajkot Prasadini Bordi

શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા કરવામાં આવેલી કામગીરી

  • સ્વામિનારાયણ ભગવાન દ્વારા એકાંતિક ધર્મની સ્થાપના કરવામાં આવી હતી
  • તેમના દ્વારા 2000 થી વધુ સાધુઓને અને 500 જેટલા પરમહંસ તરીકે દીક્ષા આપવામાં આવી હતી
  • તેઓએ સાધુઓ દ્વારા લખાયેલા શાસ્ત્રો અને પ્રમાણિત પ્રાચીન શાસ્ત્રોનો સાર શિક્ષાપત્રીમાં આપ્યો છે
  • તેમના દ્વારા સતી પ્રથા, સ્ત્રી બાળ હત્યા અને પ્રાણીઓની બલીની પ્રથા નાબુદ કરવા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા
  • મહિલાઓને શિક્ષીત કરવા માટે ભકતોને પ્રોત્સાહિત કર્યા હતા
  • બોમ્બેના રાજ્યપાલ સર જોન માલ્કમને ઘનશ્યામજી મહારાજે સ્વયં પોતાના હસ્તે શિક્ષાપત્રી આપી હતી
  • જો કે હાલ આ શિક્ષાપત્રી ઓક્સફોર્ડ યુકેમાં બોડેલીયિન લાઇબ્રેરીમાં રાખવામાં આવી છે
Rajkot Prasadini Bordi

ભૂપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર અંગે માહિતી

  • વિક્રમ સવંત 2009 ના માગશર સુદ આઠમ તા. 6 નવેમ્બર, 1951 ના દિવસે આ મંદિરની કરવામાં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠા
  • સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન સંત શ્રી કૃષ્ણવલ્લભાચાર્યની પ્રાર્થનાથી વડતાલ ગાદીપતિ પ.પૂ.આચાર્ય શ્રી આનંદપ્રસાદજી મહારાજના કર કર્મોથી કરવામાં આવી હતી મંદિરમાં ભગવાનના સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા
  • બહારથી આવતા શ્રદ્ધાળુઓ અને પોતાના સામાજિક કાર્યો માટે આવતા લોકો માટે મંદિરમાં ભોજન અને રહેવા માટે 50 જેટલા રૂમ છે અહીં
  • વિચરણ કરતાં સંતો માટે સંત નિવાસની વ્યવસ્થા
  • એકસાથે 1000 જેટલા ભક્તો ભોજન લઈ શકે એટલું વિશાળ ભોજનાલય છે અહીં
  • “ગાયોનું જતન એટલે સંસ્કૃતિનું જતન” આ સૂત્ર સાથે અહી ગૌશાળામાં ગાયોની સેવા કરવામાં આવે છે અહીં
Rajkot Prasadini Bordi
  • ઐતિહાસીક ઘટનાનું સાક્ષી આ મંદિર “ગુજરાતના બદરીધામ” તરીકે જાણીતું
  • 2500 જેટલા ભક્તો કથા-વાર્તા સંભાળી શકે એ માટે એસી.ની સુવિધા ધરાવતો શ્રી ઘનશ્યામ સત્સંગ હોલ છે અહીં
Rajkot Prasadini Bordi
  • ઉદ્ધવજીનો અવતાર શ્રી રામાનંદ સ્વામીના ચરણોથી આ ભૂમિ પાવન થયેલી છે
  • સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના ઉપયોગમાં આવેલી વસ્તુઓને કહેવામાં આવે છે પ્રસાદીની વસ્તુઓ
  • આથી જ આ બોરડીને પણ કહેવામાં આવે છે પ્રસાદીની બોરડી
  • સવારે 3:30 થી રાતના 10:00 વાગ્યા સુધી હરિભકતોની ધમધમતું હોય છે આ મંદિર

“જો સાધના કોઈ કરે, તોય જાતિ સ્વભાવ ન જાય |
પણ સંત વચન જો ઉર ધરે, તો એ બદરી સમ થાય ||”

આ ઉક્તિને આ નિસ્કંટક બોરડીએ સિદ્ધ કરી છે. આજે માણસ પોતાના દુર્ગૂણ છોડી શકતો નથી પરંતુ આ બોરડીએ પોતાનો સ્વભાવ છોડી દીધો.

આ બોરડી માટે એક સરસ મજાના કીર્તનની રચના થયેલી છે જેના બોલ આ પ્રકારના છે

બોરડી બોરડી રે જુવો કાંટા વિનાની આ બોરડી…

જો તમે હરિભક્ત હોય કે ન હોય પરંતુ જીવનમાં એકવાર તો આ બોરડીના દર્શન અવશ્ય કરવા જ જોઈએ.

Rajkot Prasadini Bordi

Read Also

ગુજરાતમાં આવેલું છે શનિદેવનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં સ્ત્રીઓ પણ કરી શકે છે શનિદેવની પૂજા

‘મડદાઓનો ઢગલો’ કહેવાતું 4500 વર્ષ જૂનું ગુજરાતનું સૌથી રહસ્યમય નગર

  • અંતર (Distance)
  • અમદાવાદથી – 214 km.
  • વડોદરાથી – 289 km.
  • સુરતથી – 450 km.
  • કચ્છથી – 300 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – રાજકોટ બસ સ્ટોપ, રાજકોટ રેલ્વે સ્ટેશન, રાજકોટ એરપોર્ટ

વિશેષ વાનગી – રાજકોટનો ચેવડો, લીલી ચટણી, ચીકી અને પેંડા

આલેખન – રાધિકા મહેતા

આ કારણથી થઇ હતી ખેડબ્રહ્મામાં બ્રહ્માજીના મંદિરની સ્થાપના

Posted By admin July 23, 2021
Khedbrahma Brahma Temple

ભારતમાં બ્રહ્માજીના મંદિર

હિન્દુ ધર્મમાં ત્રિદેવ – બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ : સર્જક, સંભાળનાર અને વિનાશક તરીકે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુના અવતારના અનેક મંદિરો જોવા મળે છે. તેમજ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ તથા શિવાલયો પણ જોવા મળે છે. પરંતુ જ્યારે બ્રહ્માજીના મંદિરની વાત આવે ત્યારે આપણને ગણ્યાગાઠ્યા જ મંદિર યાદ આવે, જેમકે ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની પર્વતમાળા નજીક સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં (Khedbrahma Brahma Temple) અને રાજસ્થાનના પુષ્કરમાં આવેલા મંદિર સદીઓ જૂના છે. જોકે વર્તમાન સમયમાં દેશના વિવિધ ભાગોમાં અમુક નવા મંદિરો બન્યા છે.

courtesy – instagram/skaravalli.tourist
Khedbrahma Brahma Temple
courtesy – Youtube/safar track

બ્રહ્માજીની ઉત્પતિ

પુરાણો અનુસાર બ્રહ્માનો જન્મ શેષશાયી વિષ્ણુની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળમાંથી થયો છે. તેઓ વેદોનાં પિતા અને જન્મથી જ મહાન વિદ્વાન છે, તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું અને જગતને વેદોનું જ્ઞાન આપ્યું છે. કમળ ખુલતા જ તેમણે પોતાની આજુબાજુ શું છે તે જોવા ચારે દિશામાં મસ્તક ફેરવ્યું તેથી તેમના ચારે દિશામાં ચાર મુખ છે, જેથી બ્રહ્માને “ચતુર્મુખ બ્રહ્મા” પણ કહેવામાં આવે છે. બ્રહ્માએ પૃથ્વી પર નદી, તળાવો, વૃક્ષો, પર્વતો, પશુ, પક્ષી વગેરે બનાવ્યા પછી મનુષ્યની ઉત્પત્તિ કરવા માટે માનસ પુત્રની રચના કરી, જેનું નામ મનુ (મનથી જન્મેલો) પડ્યું. બ્રહ્માએ આ મનુને સંતતિ ઉત્પન્ન કરવાનો આદેશ આપ્યો, અને હિંદુ પુરાણો અનુસાર, આપણે સહુ આ મનુનાં સંતાનો છીએ. આમ બ્રહ્મા “સૃષ્ટિસર્જક” તરીકે પણ ઓળખાય છે.

Khedbrahma Brahma Temple
courtesy – instagram/skaravalli.tourist
Khedbrahma Brahma Temple
courtesy – Youtube/safar track

સતી દેવીના રૂપથી બ્રહ્માજી ક્ષણિક મોહભંગ થયેલા (પુરાણમાં જણાવેલી બ્રહ્માજી વિશેની માહિતી)

શિવજીના લગ્નમાં સતી દેવીના રૂપથી બ્રહ્માજી ક્ષણિક મોહભંગ થયેલા એ પાપમાંથી મુક્ત થવા માટે આ સ્થળે બ્રહ્માજીએ યજ્ઞ કરેલો. ભગવાન વિશ્વકર્મા પાસે 16 દરવાજાવાળી સુંદર નગરી બંધાવી હતી. યજ્ઞ સમયે સાવિત્રી દેવી રિસાઈ ગયેલા એટલે દર્ભ કન્યાને ઉત્પન્ન કરી બ્રહ્માજી તેમની સાથે બેસીને યજ્ઞ કરેલો હતો. ત્યારબાદ સાવિત્રી દેવી આવ્યા જેથી બંનેની સાથે રહીને બ્રહ્માજી આ યજ્ઞ સંપન્ન કરેલો એટલા માટે ગર્ભગૃહમાં ભગવાન બ્રહ્મા, સાવિત્રી દેવી અને ગાયત્રી દેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે. સમગ્ર ભારતભરમાં પુષ્કર અને ખેડબ્રહ્મા બે જ એવા સ્થળો છે જ્યાં બ્રહ્માજીના મંદિર હાલના સમયમાં અસ્તિત્વ ધરાવે છે અને આ મંદિરોમાં સેવા-પૂજા થાય છે. આ મંદિરના પરિસરમાં શિવ, નવગ્રહ અને હનુમાનજીની મૂર્તિઓ પણ આવેલી છે. જયારે મંદિરની કેટલીક મૂર્તિઓ ભૂતકાળમાં આક્રમણ સમયે ખંડિત થયેલી છે.

courtesy – Youtube/safar track

સાબરકાંઠાના ખેડબ્રહ્માનું (Khedbrahma Brahma Temple) બ્રહ્માજી મંદિર

આ મંદિર (Khedbrahma Brahma Temple) આશરે 1500 વર્ષ જૂનું છે. ગામનું નામ બ્રહ્માજીના નામ પરથી જ ખેડબ્રહ્મા પડ્યું છે. સતયુગમાં ખેડબ્રહ્મા બ્રમ્હપુર, દ્વાપરયુગમાં ત્રંબકપુર અને કળયુગમાં બ્રમ્હખેટક તરીકે જાણીતું છે. આ મંદિરમાં બ્રહ્માજીની પ્રતિમા આશરે 6 થી સાડા 6 ફૂટ ઊંચી છે. તેમના હાથમાં માળા, કમંડળ અને પુસ્તક છે. આજુ-બાજુ દેવી સાવિત્રી અને ગાયત્રીમાતા બિરાજમાન છે. મંદિરની બહારની બાજુએ ત્રણ દિશામાં બ્રહ્માજીની પ્રતિમા મૂકેલી છે જેનું રૂપ બિન્યાસ મંદિરની મુખ્ય પ્રતિમાને અનુરૂપ છે. મંદિરમાં તેમના વાહન નંદી, ઘોડો અને હંસ દર્શાવેલ છે. સામાન્ય રીતે ઘોડા કે નંદીને બ્રહ્માના વાહન તરીકે દર્શાવતા નથી. પરંતુ ખેડબ્રહ્મામાં આ વિશેષતા જોવા મળે છે. સદીઓથી મંદિરમાં સેવા-પૂજા અને વહીવટ ખેડાવાળ સમાજના બ્રાહ્મણો દ્વારા જ કરવામાં આવે છે.

Khedbrahma Brahma Temple
courtesy – Youtube/safar track
Khedbrahma Brahma Temple
courtesy – Youtube/safar track
Khedbrahma Brahma Temple
courtesy – Youtube/safar track

મંદિર પરિસરમાં આવેલી બ્રહ્મા વાવ છે 700-800 વર્ષ જૂની (Khedbrahma Brahma Temple)

મંદિરની નજીક લગભગ 700-800 વર્ષ જૂની બ્રહ્મા વાવ આવેલી છે. વાવમાં ખેડાવાળ બ્રાહ્મણ તથા હમ્મડ જૈન સમાજના કુલ 27 કલાત્મક ગોખ આવેલા છે. પરંતુ આ ગોખમાં કોઈ પ્રતિમા જોવા મળતી નથી. વાવ નંદા પ્રકારની (એટલે એક પ્રવેશદ્વાર ધરાવતી) તેમજ ચાર માળની છે. જે પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત છે. આ વાવનો ઉલ્લેખ બ્રાહ્મણ ઉત્પત્તિ માર્કંડ નામના ગ્રંથમાં થયો છે. તેમજ આ સ્થળનો ઉલ્લેખ મત્સ્ય પુરાણ, માનસર, રૂપમંડળ, સમરાંગલ સૂત્રધાર જેવા પુસ્તકોમાં થયેલો જોવા મળે છે.

Khedbrahma Brahma Temple
courtesy – Youtube/safar track
  • ખેડબ્રહ્માનું બ્રહ્માજી મંદિર – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 139 km.) – Rs. 3,360 – 5,000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs. 800 – 1,500
  • જમવાનો ખર્ચ – Rs.1,200 – 1,600
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs. 700 – 1,200
  • કુલ – આશરે 6,100 થી 9,500/—

Read Also

ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે

ગુજરાતમાં આવેલું છે શનિદેવનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં સ્ત્રીઓ પણ કરી શકે છે શનિદેવની પૂજા

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

  • અંતર (Distance)
  • અમદાવાદથી – 139 km.
  • વડોદરાથી – 233 km.
  • સુરતથી – 389 km.
  • રાજકોટ – 351 km.
  • કચ્છ – 472 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – ખેડબ્રહ્મા બસ સ્ટોપ, પાલનપુર રેલ્વે સ્ટેશન, અમદાવાદ એરપોર્ટ

આલેખન – રાધિકા મહેતા

રાજકોટમાં આવેલુ આ અમરઝાડ છે અજીબો-ગરીબ, ઝાડ નીચે બેસી ગાંઠિયા ખાઈ માનતા પૂરી કરવાની આશ્ચર્યજનક પરંપરા

Posted By admin July 17, 2021
Rajkot Amarzad

રાજકોટના ઠાકોર સાહેબ સ્વ.મનોહરસિંહજી જાડેજા સાહેબના પુત્ર માંધાતાસિંહ જાડેજા સાહેબની માલિકીના રણજીત વિલાસ પેલેસ એટલે કે રાજવી પરિવારના પેલેસના પ્રાંગણમાં આશરે 1000 કરતાં પણ વધારે વર્ષો જુનું એક ચમત્કારિક ઝાડ આવેલું છે. આ ચમત્કારિક ઝાડને “અમરઝાડ” (Rajkot Amarzad) તરીકે ઓળખવામાં આવે છે. આશરે 1000 વર્ષ જૂના આ “અમરઝાડ” નીચે ભગવાન દત્તાત્રેયનું સ્થાનક આવેલું છે.

Rajkot Amarzad

ક્યાં આવેલું છે આ અમરઝાડ (Rajkot Amarzad)?

રાજકોટમાં આવેલા પેલેસ રોડ પરનો ભવ્ય મહેલ એટલે, રણજીત વિલાસ પેલેસમાં રાજવી પરિવાર દ્વારા આ પ્રાચીન અમરઝાડ (Rajkot Amarzad) માટે 500 વાર જગ્યા ફાળવવામાં આવેલ છે. આમ તો રાજ પરિવારના ખાનગી માલિકીના રણજીત વિલાસ પેલેસની મુલાકાત જાહેર જનતા માટે પ્રતિબંધિત છે. પરંતુ તેમના દ્વારા ફાળવવામાં આવેલી આ જગ્યા પર રાજવી પરિવારની પરવાનગીથી લોકો દર્શનાર્થે આવી શકે છે. આ અમરઝાડને તેના થડના આકાર અને 1000 વર્ષના આયુષ્યના કારણે “ગાંડુઝાડ” પણ કહેવામાં આવે છે.

Rajkot Amarzad

આ અમરઝાડ (Rajkot Amarzad) વિશેની માહિતી મેળવવા માટે traveltoculture.com દ્વારા આ મંદિરના પૂજારી જયેશભાઈ ભટ્ટ સાથે વાત કરતાં જયેશભાઈએ જણાવ્યું કે, આશરે એમની સાત પેઢીથી અહીં સેવા-પૂજા કરવામાં આવે છે.

Rajkot Amarzad

આ અમરઝાડ (Rajkot Amarzad) અને અહીં આવેલા ભગવાન દત્તાત્રેયના સ્થાનકના ઈતિહાસ અને એની સાથે જોડાયેલી આસ્થા વિશે જયેશભાઈએ જણાવ્યું કે અહીં આવેલા આ અમરઝાડની નાના બાળકોથી માંડીને પુખ્ત વયના લોકોને થતી મોટી ઉધરસ જેવી બીમારી માટે માનતા રાખવામાં આવે છે. માનતા પૂરી કરવા માટે લોકો અહીં ગાંઠિયાનો પ્રસાદ ધરાવે છે. શ્રદ્ધાળુઓ દ્વારા ધરાવવામાં આવેલો ગાંઠિયાનો પ્રસાદ આ જગ્યા પર જ બેસીને આરોગવાની અહીંયા પરંપરા છે. અહીં ધરાવવામાં આવેલો પ્રસાદ ઘરે લઈ જવામાં આવતો નથી પરંતુ જેને માનતા રાખેલી હોઈ એમના દ્વારા જ આ પ્રસાદ અહીંયા બેસીને આરોગવામાં આવે છે. આ માટે આ ઝાડ નીચે બેસવાની અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં ભાવિકો શાંતિથી બેસીને પોતે ધરાવેલી પ્રસાદી ગ્રહણ કરી શકે છે.

Rajkot Amarzad

શા માટે અહીં ધરાવવામાં આવે છે ફક્ત ગાંઠિયાનો જ પ્રસાદ?

જેમને માનતા રાખેલી છે એમના દ્વારા જ અહીં બેસીને ગાંઠિયાનો પ્રસાદ આરોગવાની અજીબ પરંપરા પાછળનું કારણ જાણવા માટે જયેશભાઈને પૂછતાં જાણવા મળ્યું કે, અહીં એવી પરંપરા છે કે જે પણ માનતા પૂરી કરવા માટે આવે છે અને એમના દ્વારા જે પ્રસાદ ધરાવવામાં આવે છે. એ પ્રસાદ એમના દ્વારા જ અહીં બેસીને આરોગીને પૂર્ણ કરીને જવાનો હોય છે. ગાંઠિયા ત્યાં જ બેસીને ખવાઈ જાય અને બગાડ ન થાય એ કારણથી જ અહીં ગાંઠિયાનો પ્રસાદ ધરાવવામાં આવે છે. અહીં ગાંઠિયાની સાથે દાળિયા કે ચણાના લોટમાંથી બનેલી કોઈપણ વાનગી, ફળ કે શ્રીફળ પણ ધરાવીને માનતા પૂરી કરી શકાય છે. પરંતુ ત્યાં જ બેસીને ધરાવેલો પ્રસાદ આરોગીને પૂર્ણ કરીને જવાની માન્યતાના કારણે મોટા ભાગના લોકો અહીં ગાંઠિયાનો પ્રસાદ જ ધરાવે છે. આ જ કારણના લીધે વર્ષોથી અહીં માનતા પૂરી કરવા માટે ગાંઠિયાનો પ્રસાદ ધરાવવાની એક પરંપરા બની ગઈ છે.

Rajkot Amarzad

ઝાડની (Rajkot Amarzad) જાણવા જેવી માહિતી

  • પુજારી જયેશભાઈના જણાવ્યા મુજબ આ ઝાડ છે ગોરખ આંબલીનું
  • આ ઝાડનું આયુષ્ય આશરે 1000 વર્ષ
  • 10 થી 15 લોકોના બાથમાં (બે હાથ પહોળા કરતાં તેમાં સમાય એટલું) આવે એટલો મોટો આ ઝાડના થડનો ઘેરાવો
  • ઋતુ પ્રમાણે ફળ-ફૂલ આવે છે આ અમરઝાડ પર
  • પાનખરમાં પાન ખરે પણ છે અને વસંત ઋતુમાં ત્રણ, પાંચ અને સાતની સંખ્યામાં નવા પાન પણ આવતાં મળે છે જોવા
  • અહીં વિશાળ ઝાડ નીચે બિરાજમાન છે ગુરુ દત્તાત્રેયનું સ્થાનક
  • આ અમરઝાડ પર વસે છે 5 થી 10 હજાર ચામાચીડિયાનો સમૂહ
  • આ પવિત્ર જગ્યાના ચામાચીડિયાઓ પણ છે શાકાહારી, માત્ર ફળોને જ બનાવ્યો છે પોતાનો ખોરાક
Rajkot Amarzad
Rajkot Amarzad

કેન્સર જેવા રોગોમાંથી પણ લોકો થયા છે મુક્ત

આ તમામ માહિતી આપવાની સાથે જયેશભાઈ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે અહીંયા માત્ર મોટી ઉધરસ જ નહીં પરંતુ સાચી શ્રદ્ધા સાથે માનતા રાખવામાં આવે તો કેન્સર સુધીના રોગોમાંથી લોકો મુક્ત થયા છે. આ સાથે અહીં લોકો દ્વારા બાળક બોલતું ન હોય, ધંધા-રોજગારની સમસ્યા, નિ:સંતાનપણું, કોઈ મોટી બીમારી વગેરે જેવી વિવિધ સમસ્યાઓના નિવારણ માટે માનતા માનવામાં આવે છે.

Rajkot Amarzad

માનતા પૂરી કરવા આવેલા લોકોએ traveltoculture.com સાથે વાત કરતાં જણાવ્યું કે, જો શ્રદ્ધાપૂર્વક માનતા માનવામાં આવે તો તમામ સમસ્યાઓમાંથી છુટકારો મળે જે અમે જાતે અનુભવ કરેલો છે. દિવસ દરમ્યાન ઘણાં ભાવિકો અહીં માનતા પૂરી કરવા માટે આવે છે અને પોતાના રોગો, સમસ્યાઓમાંથી છુટકારો મેળવે છે. લોકો જણાવે છે અમરઝાડના થડમાં બિરાજમાન ગુરુ દત્તાત્રેય પરની અપાર આસ્થાના કારણે ભાવિકો આ અમરઝાડની માનતા રાખીને પોતાની સમસ્યાઓમાંથી મુક્ત થાય છે.

અમરઝાડના થડમાં બિરાજમાન ગુરુ દત્તાત્રેયનો ઈતિહાસ

અમરઝાડના થડમાં બિરાજમાન ગુરુ દત્તાત્રેયના સ્થાનક વિશે પૂછતાં પૂજારી જયેશભાઈ ભટ્ટએ જણાવ્યું કે એમના પૂર્વજોના કહેવા અનુસાર આશરે 1000 વર્ષ પૂર્વે ગુરુ દત્તાત્રેયના કોઈ શિષ્ય ભ્રમણ કરતાં-કરતાં આ જગ્યા પર આવ્યા હતા અને આ ઝાડ નીચે ગુરુ દત્તાત્રેયના મૂર્તિની સ્થાપના કરી હતી. આ સાથે આ સ્થાનક પર ગુરુ દત્તાત્રેયના શિષ્ય દ્વારા સાધના અને તપ કરીને આ જગ્યાને પાવન કરવામાં આવી હતી. ત્યારથી આ જગ્યાનું ધાર્મિક મહત્વ વધતું ગયું અને આજે આ જગ્યાના ઓરાથી (aura) લોકો માનસિક શાંતિ અનુભવે છે.

Rajkot Amarzad

Read Also

દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ

ગુજરાતનું એકમાત્ર એવું મંદિર કે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે

ગુજરાતમાં આવેલી છે એક એવી બોર્ડર કે જ્યાં, સર્જાય છે વાઘા બોર્ડર જેવા જ દ્રશ્યો

ગુરુ દત્તાત્રેયના ઉદ્દભવ અંગેની જાણકારી

ગુરુ દત્તાત્રેયની ગણના ભારતીય ઈતિહાસના એક મહાન ઋષિ તરીકે કરવામાં આવે છે. ત્રિમુખી ભગવાન ગુરુ દત્તાત્રેય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અવતાર છે. પુરાણો અનુસાર ઋષિ અત્રિ અને અનસૂયાને ત્રણ પુત્ર થયા હતા. બ્રહ્માજીના અંશથી ચંદ્ર, શિવજીના અંશથી દુર્વાસા ઋષિ અને ભગવાન વિષ્ણુના અંશથી દત્તાત્રેયનો જન્મ થયો હતો. દત્ત શબ્દનો અર્થ થાય છે “આપેલું”. અત્રિ ઋષિ અને ઋષિપત્ની અનુસુયાને વરદાનરૂપે ત્રિદેવ અવતર્યા હતા. જેથી તેમને “દત્તાત્રેય” કહેવાય છે. તેઓ અત્રિ ઋષિના પુત્ર હોવાથી “અત્રેય” નામે પણ ઓળખાય છે. અવધૂત પુરાણ અનુસાર પૃથ્વી, ચંદ્ર, હરણ, કબૂતર, પિંગળા ગણિકા, કુંવારિકા, આકાશ, અગ્નિ, વાયુ, ગજ, શરકૃત, અભર્ક, ટીટોડી, મીન, મધમાખી, પતંગિયું, ભમરો, મકડી, સમુદ્ર, સૂર્ય, જળ, સાપ, ભમરી, અજગર જેવા 24 ગુરુ પાસેથી ગુરુ દત્તાત્રેય દ્વારા શિક્ષા લેવામાં આવી હતી. અશ્વસ્થામા, બલી, વ્યાસ, હનુમાનજી, વિભીષણ અને પરશુરામની જેમ ગુરુ દત્તાત્રેય પણ ચિરંજીવી છે. જુનાગઢમાં આવેલ ગિરનારએ ગુરુ દત્તાત્રેયની સિદ્ધપીઠ છે.

Rajkot Amarzad

ભગવાન પરનો ભરોસો હંમેશા કોઈ ચમત્કાર સર્જે છે. ઘણા લોકો આ ચમત્કારના સાક્ષી બન્યા છે. સાચી શ્રદ્ધા સાથે માનવામાં આવેલી માનતાનું અહીં ચોક્કસ પરિણામ મળ્યું છે. જો તમે ભગવાનમાં આસ્થા અને શ્રદ્ધા ધરાવો છો અને 1000 વર્ષ જુના મહાકાય અમરઝાડને જોવાની ઈચ્છા ધરાવો છો તો એકવાર આ જગ્યાની અચૂક મુલાકાત લેવા જેવી છે.

મંદિરનો સમય

  • સોમવારથી શનિવાર – બપોરે 4 થી સાંજના 7
  • રવિવારે – સવારે 9 થી 1, સાંજે 4 થી 7

ખાસ નોંધ – તહેવારોમાં આ સમય સિવાય દર્શન બંધ રહેશે

  • અંતર (Distance)
  • અમદાવાદથી – 214 km.
  • વડોદરાથી – 289 km.
  • સુરતથી – 450 km.
  • કચ્છથી – 300 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – રાજકોટ બસ સ્ટોપ, રાજકોટ રેલ્વે સ્ટેશન, રાજકોટ એરપોર્ટ.

વિશેષ વાનગી – રાજકોટનો ચેવડો, લીલી ચટણી, ચીકી અને પેંડા

ચોમાસામાં ગુજરાતના આ ધોધનું જોવા મળે છે રૌદ્ર પણ નયનરમ્ય સ્વરૂપ, ગર્જના સાંભળવાનો લ્હાવો છે અચૂક લેવા જેવો

Posted By admin July 14, 2021
Gira Waterfall

ચોમાસાની શરૂઆત થતાં જ નદી નાળામાં નવા નીરની આવક થવા લાગે છે અને ઠેર-ઠેર નાના-મોટા ઝરણાં જોવા મળે છે. જે આંખોને ઠંડક અને દિલને આહ્લાદક અનુભવ કરાવે છે. આજે એવા જ એક મનમોહક ધોધની વાત કરવાની છે. જેનું નામ છે ગીરા ધોધ, (Gira Waterfall) દક્ષિણ ગુજરાતનો આ ધોધ મનમોહક પ્રવાસન સ્થળોની યાદીમાં મોખરે છે.

Gira Waterfall
www.gujarattourism.com

ચોમાસું આવે એટલે કુદરતના સાનિધ્યમાં જવાની મજા જ કંઇક અલગ હોય છે. એમાં પણ પહાડોમાં ફરવા માટે આપણે તલ-પાપડ થતાં હોઈએ છીએ. ગુજરાતની બહાર તો આપણે ફરીએ જ છીએ પણ ગુજરાતમાં પણ ઘણા સુંદર રમણીય સ્થળ છે. તેમાં પણ ગુજરાત તેમજ દેશ-વિદેશના લોકો ડાંગ જિલ્લામાં ફરવા માટે ખાસ ચોમાસાની રાહ જોતા હોય છે. ડાંગમાં આવેલ આ ગીરા ધોધ પણ ચોમાસામાં સહેલાણીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ઉઠે છે. લોકો આ ધોધની મુલાકાત લેવા માટે ગીરા ધોધ (Gira Waterfall) પર ઉમટી પડે છે.

Gira Waterfall
www.gujarattourism.com

ગીરા ધોધ (Gira Waterfall) ક્યાં આવેલો છે?

ગીરા ધોધ વઘઇથી માત્ર 4 કિ.મી. દૂર આવેલો છે. વઘઇથી સાપુતારા જવાને રસ્તે 2 કિ.મી. જેટલું અંતર કાપતાં સાઈડમાં ગીરા ધોધ (Gira Waterfall) તરફ જવાનો રસ્તો આવે છે. આ સાઈડના રસ્તે વધુ 2 કિ.મી. આગળ જતાં અંબિકા નદીના કિનારે પહોંચી શકાય છે. આ કિનારાથી પણ ધોધને જોઈ શકાય છે. ગીરા નદી ધોધ સ્વરૂપે પડ્યા પછી અંબિકા નદીમાં સમાઈને વળાંક લે છે. કિનારાથી નદીની રેતીમાં ઉતરીને, ખડકાળ પત્થરોમાં પાંચેક મિનીટ જેટલું ચાલીને ધોધની નજીક પહોંચી શકાય છે. અહીં ખડકો પર જ ઉભા રહીને ધોધ જોવાનો અને ધોધની ગર્જના સાંભળવાનો લહાવો અચૂક લેવા જેવો છે.

Gira Waterfall
www.gujarattourism.com

ગીરા ધોધની (Gira Waterfall) ગર્જના સાંભળવાનો લ્હાવો છે અચૂક લેવા જેવો

હા, આ ધોધને ફક્ત જોઈને એની ગર્જના સાંભળવાનો જ લ્હાવો લેવાનો છે. કારણ કે, ત્યાં પાણીમાં ઉતરીને ધોધ નીચે જવાનું કે નાહવાનું શક્ય નથી. કારણ કે ત્યાં વરસાદની સીઝનમાં પાણી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. પાણીના વધુ પ્રવાહના કારણે જો તેમાં ઉતરો તો ડૂબી જવાની કે નદીમાં ખેંચાઈ જવાની શક્યતાઓ છે. આથી ધોધનું પાણી જે જગ્યાએ પડે છે, ત્યાં સુધી જવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી. ધોધ પળવાથી ઉઠતા પાણીના ફોરાં અને ધુમ્મસ છેક આપણા સુધી આવીને આપણને સહેજ ભીંજવે છે. આ જોઇને એવું લાગે કે જાણે કુદરત આપણા પર અમીવર્ષા કરતું હોય એટલે અહીંયા આ સહેજ ભીંજાવાનો પણ એક અનેરો આનંદ છે.

Gira Waterfall
www.gujarattourism.com

ચોમાસામાં ગીરા ધોધનું જોવા મળે છે રૌદ્ર અને જાજરમાન સ્વરૂપ

ચોમાસામાં જ્યારે પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થાય ત્યારે ગીરા ધોધનું સ્વરૂપ રૌદ્ર અને જાજરમાન લાગે છે. આશરે 300 મીટરની પહોળાઈ ધરાવતી આ નદી જયારે 25 થી 30 મીટરની ઉંચાઈથી પડે છે ત્યારે નયનરમ્ય અને અદભુત દ્રશ્ય સર્જાય છે. આ ધોધ નદી અને વરસાદ ઉપર આધારિત હોવાથી કોઈ વખત સળંગ દેખાય છે અને જ્યારે પાણીની અછત હોય ત્યારે નાના-નાના ધોધમાં વહેંચાઈ જાય છે. પરંતુ તે આ બંને રૂપમાં ખૂબ જ સુંદર અને આહ્લાદક લાગે છે.

Gira Waterfall
www.gujarattourism.com

આ ધોધનું નામ ગીરા કેમ પડ્યું?

મહારાષ્ટ્રના જંગલોમાંથી વહીને પર્વતોને ચીરતી ગીરા નદી ડાંગ જિલ્લા સુધી પહોંચે છે. ડાંગમાં આંબાપાડા ગામ નજીક એક ઊંચા ખડક પરથી ગીરા નદી નીચે અંબિકા નદીમાં ખાબકે છે. આમ ગીરા નદીના નામ પરથી જ ધોધનું નામ ગીરા ધોધ પડ્યું છે. અહીંથી અંબિકા નદી પોતાનામાં અનેક નાની-મોટી નદીઓ સમાવીને અંતે બીલીમોરા પાસે આવેલા અરબી સમુદ્રમાં સમાઈ જાય છે.

Gira Waterfall
www.gujarattourism.com

ગીરા ધોધ જ્યાં આવેલો છે એ ડાંગ પ્રદેશ વાંસના જંગલોથી ઘેરાયેલો છે. ગિરા ધોધની આસ-પાસ પણ પુષ્કળ પ્રમાણમાં વાંસ ઉગે છે. જેથી ત્યાં વાંસથી બનેલી હેંડીક્રાફટ વસ્તુઓ બનાવવામાં આવે છે. અહીંયા આવતા પર્યટકો આ વાંસથી બનેલી હેંડીક્રાફટ વસ્તુઓની અવશ્ય ખરીદી કરે છે.

Read Also

આ છે કચ્છની એક માત્ર એવી જગ્યા છે કે જ્યાંથી કચ્છના રણનો પેનોરેમિક વ્યુ જોવા મળે છે

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી

હિલ સ્ટેશન લવર માટે ગુજરાતની આ જગ્યા શીમલાને પણ ભુલાવી દેશે

Gira Waterfall
www.gujarattourism.com

નજીકના જોવાલાયક સ્થળો

  • વઘઇ બોટેનિકલ ગાર્ડન – 2 km.
  • વાંસદા નેશનલ પાર્ક – 6 km.
  • જાનકી વન – 24 km.
  • ઉનાઇ ગરમ પાણીના કુંડ – 30 km.
  • માયાદેવી મંદિર – 33 km.
  • સાપુતારા – 50 km.
  • ગીરા ધોધ – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 360 km.) – Rs.9500 – 11,000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1000 – 2500
  • જમવાનો ખર્ચ – Rs.1200 – 2000
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1200 – 2000
  • કુલ – આશરે 12,900 થી 17,500/—
  • અંતર (Distance)
  • અમદાવાદથી – 360 km.
  • વડોદરાથી – 250 km.
  • સુરતથી – 110 km.
  • રાજકોટ – 536 km.
  • કચ્છ – 727 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટ મથક – વધઇ બસ સ્ટોપ, વઘઇ રેલ્વે સ્ટેશન, બિલિમોરા રેલ્વે સ્ટેશન, સુરત એરપોર્ટ

વિશેષ વાનગી – વાંસનું અથાણું, નાગલીના પાપડ, નાગલીના રોટલાં અને વાંસનું શાક

આલેખન – રાધિકા મહેતા

શા માટે અમદાવાદની રથયાત્રાનું છે અનેરું મહત્વ, જાણો ભગવાનના રથનો મહિમા…

Posted By admin July 13, 2021
Jagannath Rath Yatra Ahmedabad

કોઈપણ ધર્મમાં ભગવાનને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. એટલે જ ભક્તો ભગવાનના દર્શનાર્થે જતા હોય છે, પણ અષાઢી બીજ એક એવો દિવસ છે કે જ્યારે ખુદ જગતનો નાથ ભકતોને દર્શન આપવા સામેથી તેમની પાસે જાય છે એટલે કે નગરચર્યા કરે છે. ઓડિશાના જગન્નાથપુરીની સાથે-સાથે અષાઢી બીજની અમદાવાદની રથયાત્રાનું પણ આગવુ મહત્વ છે. ગુજરાતમાં અમદાવાદની રથયાત્રા (Jagannath Rath Yatra Ahmedabad) પુરી પછીની બીજા નંબરની સૌથી મોટી અને મહત્વની રથયાત્રા છે. અમદાવાદનું આ જગન્નાથ મંદિર વર્તમાન સમયમાં સમૃદ્ધ મંદિરોમાં સ્થાન પામે છે.

Jagannath Rath Yatra Puri
puri.nic.in
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org

રથયાત્રાનું મહત્ત્વ (Jagannath Rath Yatra Ahmedabad)

મનુષ્યના શરીરની સરખામણી રથ સાથે કરવામાં આવે છે. આપણા રથરૂપી શરીરમાં આત્મારૂપી ભગવાન બિરાજમાન હોય છે. આમ રથયાત્રા શરીર અને આત્માના કલ્યાણ તરફ સંકેત કરે છે. આજ કારણના લીધે લોકો પ્રભુનો રથ ખેંચીને ધન્યતા અનુભવે છે. એવી માન્યતા છે કે રથ ખેંચવાથી મનની મનોકામના પૂરી થાય છે. આ સાથે ભગવાનને નજીકથી નિહાળવાનો અવસર પણ પ્રાપ્ત થાય છે.

Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
  • રથયાત્રામાં ભગવાન ગણેશના પ્રતિક સમાન ગજરાજ સૌપ્રથમ જોડાય છે.
  • ગજરાજનો સુંદર શણગાર કરીને તેમનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન થાય છે.
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
  • રથમાં બિરાજમાન પ્રભુ જગન્નાથના સૌ પ્રથમ દર્શન ગજરાજ કરે છે આ સાથે જ રથયાત્રાનો પ્રારંભ થાય છે.
  • રથ તૈયાર થયા બાદ તેની પૂજા કરવા માટે પુરીમાં ગજપતિ રાજાની પાલકી આવે છે.
  • જે રથની વિધિવત પૂજા કરે છે અને સોનાના ઝાડૂથી મંડપ અને રસ્તાને સાફ કરે છે.
  • આ પૂજા પ્રતિષ્ઠા “છેરા પહેરા” અથવા “પહિંદ વિધિ” તરીકે ઓળખવામાં આવે છે.
  • અમદાવાદમાં રથયાત્રમાં 1990ના વર્ષથી પહિંદ વિધિ થાય છે, જે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે.
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
  • પ્રભુ જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે મામાના ઘરે જાય છે. જ્યાં તેઓ ખૂબ જાંબુ અને કેરી ખાય છે. જેથી ભગવાનને આંખો આવે છે અને આંખો આવવાના કારણે તેમને મગ ધરવામાં આવે છે.
  • રથયાત્રામાં પણ પ્રસાદ તરીકે મગ આપવામાં આવે છે, કારણકે રથયાત્રા આશરે 22 કિમી જેટલું લાંબી પગપાળા યાત્રા છે આથી મગ શક્તિવર્ધક હોવાથી મગના પ્રસાદથી શ્રદ્ધાળુઓને થાક લાગતો નથી.

રથનો મહિમા (Jagannath Rath Yatra Ahmedabad)

  • રથયાત્રામાં ત્રણ રથ હોય છે.
  • જેમાં સૌથી આગળ તાલવનનાં દેવતા દ્વારા આપેલ રથ “તાલધ્વજ” પર શ્રી બલરામ, તેમની પાછળ “પદ્મધ્વજ” રથ પર બહેન સુભદ્રા અને સૌથી પાછળ ઇન્દ્ર દ્વારા આપેલ રથ “નંદીઘોષ” પર ભગવાન જગન્નાથ બિરાજે છે.
  • પ્રભુ જગન્નાથનો રથ, બલરામ અને સુભદ્રાના રથથી મોટો હોય છે.
  • નાળિયેરનું લાકડું હળવું હોવાથી તેમાંથી આ રથ બનાવવામાં આવે છે.
  • ભગવાન જગન્નાથના રથનો લાલ અને પીળો કલરનો ઉપરાંત બાકી રથોની સરખામણીએ વિશેષ આકારનો હોય છે.
  • રથની ખાસિયત એ છે કે રથમાં એકપણ ચૂક કે કાંટાનો પ્રયોગ કરવામાં આવતો નથી.
  • માત્ર એટલું જ નહિ પણ આ રથ બનાવવા માટે કોઈ ધાતુનો પણ ઉપયોગમાં કરવામાં આવતો નથી.
  • રથના લાકડાની પસંદગી વસંત પંચમીના દિવસે થાય છે.
  • રથ બનાવવાની શરૂઆત અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવે છે.
  • દર વર્ષે રથયાત્રા માટે નવા રથનું નિર્માણ કરવામાં આવે છે.
  • બલરામનો રથ 43 ફૂટ ઉંચો અને તેમાં 14 પૈડા હોય છે.
  • તેને લાલ, લીલા અને આસમાની રંગથી સજાવવામાં આવે છે.
  • આ રથની ધજાને “ઉનાની” કહેવાય છે.
  • જે દોરડાથી તેને ખેંચવામાં આવે છે તેને વાસુકીનાગ કહેવાય છે.
  • બહેન સુભદ્રાનો રથ 42 ફૂટ ઉંચો અને તેમાં 12 પૈડા હોય છે.
  • લાલ અને કાળા રંગથી આ રથને શણગારવામાં આવે છે.
  • તેમાં “નંદ્વિકા” નામની ધજા લહેરાય છે.
  • આ રથને ખેંચવામાં આવતા દોરડાને સ્વર્ણચુડા નાગ કહેવાય છે.
  • પ્રભુ જગન્નાથનો રથ 45 ફૂટ ઉંચો અને તેમાં 16 પૈડા હોય છે જેનો વ્યાસ 7 ફૂટનો હોય છે.
  • રથને લાલ અને પીલા રંગથી સજાવવામાં આવે છે.
  • રથની ધજાને “ત્રૈલોક્યમોહની” કહે છે અને જે દોરડાથી રથ ખેંચવામાં આવે છે તેને શંખચુડા કહેવાય છે.
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org

ભગવાનની અર્ધનિર્મિત મૂર્તિ અંગેની માહિતી

ધ્યાનથી જોઈએ તો આ ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ અને મૂર્તિનો ઉપરનો ભાગ અધૂરો દેખાય છે. એક કથા અનુસાર રાજા ઇન્દ્રદ્યુમ્ન નીલાંચલ સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા. એક દિવસ રાજાને ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવીને મંદિર સ્થાપવાનો વિચાર આવે છે. આ વિચાર પરિપૂર્ણ કરવા માટે એવું કહેવાય છે કે પ્રભુ જગન્નાથએ દેવતાઓના શિલ્પી તરીકે જાણીતા વિશ્વકર્માને રૂપ બદલીને રાજા પાસે મોકલ્યા હતા. તેમણે મૂર્તિ બનાવવા રાજા સમક્ષ એક શરત મૂકી કે તે મૂર્તિ તો બનાવશે, પરંતુ એકવીસ દિવસ સુધી તેમના કામમાં કોઈએ બાધારૂપ ન બનવું. રાજાએ આ શરત સ્વીકારી, ઘણાં દિવસો સુધી કામ ચાલ્યું પણ અંતે રાજાની ધીરજ ખૂટતાં તેમને ઓરડાના દ્વાર ખોલી નાખ્યા જેથી વિશ્વકર્મા અલોપ થઈ ગયા, પરંતુ તેમના દ્વારા બનાવેલી અર્ધનિર્મિત ત્રણ મૂર્તિઓ હતી. અંતે આજ મૂર્તિ મંદિરમાં સ્થાપીને મંદિર બનાવવામાં આવ્યું.

Jagannath Rath Yatra Puri
puri.nic.in
Jagannath Rath Yatra puri
odishatourism.gov.in

જગન્નાથપુરી મંદિરની જાણી-અજાણી માહિતી

  • ઓડિશા રાજ્યમાં આવેલું આ મંદિર આશરે 800 વર્ષ જૂનું છે.
  • મંદિરની ઊંચાઈ 214 ફૂટ તેમજ મંદિર આશરે 4 લાખ વર્ગફૂટનો વિસ્તાર ધરાવે છે. જેથી મંદિરની નજીક ઊભા રહીને તેનો ગુંબજ જોવો અસંભવ છે.
  • આ ગુંબજનો પડછાયો દિવસ દરમ્યાન જમીન પર પડતો નથી આથી કહી શકાય કે મંદિર સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે.
  • જગન્નાથ મંદિરને દરિયાએ 3 વખત ક્ષતિ પહોંચાડી હતી આથી પ્રભુ જગન્નાથે હનુમાનજીને અહીં દરિયાને નિયંત્રિત કરવા નિયુક્ત કર્યા હતાં. પરંતુ હનુમાનજી વારંવાર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના દર્શન કરવા નગરમાં જતા રહેતા અને પાછળ દરિયો નગરમાં પ્રવેશ કરી જતો હતો. આથી ભગવાન જગન્નાથે, હનુમાનજીને અહીં સોનાની બેડીઓથી બાંધી દિધા હતાં. એટલા માટે ત્યાં આવેલું બેડી હનુમાનજીનું પ્રખ્યાત પ્રાચીન મંદિર છે.
  • આ મંદિરને સાઉન્ડ પ્રૂફ પણ કહી શકાય, કારણકે મંદિર દરિયાકાંઠાથી નજીક હોવા છતાં પણ મંદિરની અંદર મોજાનો અવાજ સંભળાતો નથી.
  • અહીં મંદિરમાં વિશ્વનું સૌથી મોટું ભોજનાલય છે.
  • અહીં ભક્તો માટે ભોજન તૈયાર કરવા માટે સાત વાસણ એક બીજાની ઉપર મૂકીને પ્રસાદ તૈયાર થાય છે.
  • જેમાં સૌથી ઉપર મુકેલા વાસણમાં પહેલાં પ્રસાદ તૈયાર થઈ જાય છે.
  • પુરી મંદિરની ધજા હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતી રહે છે. તેમજ સુદર્શન ચક્ર પણ ખૂબ ચમત્કારિક છે.
  • આ સુદર્શન ચક્ર વિશે એવું કહેવાય છે કે તેને કોઈપણ દિશાથી જોતા તમને ચક્રનો ચહેરો તમારી તરફ છે એવું દેખાશે.
  • પુરી મંદિરમાં માત્ર ભારતીય હિન્દુઓને જ દર્શનાર્થે પ્રવેશ મળે છે. બાકીના લોકો માટે પ્રતિબંધ છે.
  • અહીં મંદિરના શિખર પર ક્યારેય કોઈ પક્ષી બેસેલું જોવા મળતું નથી તેમજ મંદિર ઉપરથી કોઈ પ્લેન પણ ઉડતું નથી.
  • અહીં દર 12 વર્ષે મૂર્તિ બદલી દેવામાં આવે છે. તેમજ મંદિરની ધજા રોજ બદલવામા આવે છે, જો બદલવામા ન આવે તો આવતા 18 વર્ષમાં મંદિર બંધ થઈ જશે તેવી માન્યતા છે.
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org

અમદાવાદના જગન્નાથ મંદિરના રથયાત્રાની માહિતી (Jagannath Rath Yatra Ahmedabad)

  • સાબરમતી નદી પાસે જમાલપુર ખાતે આવેલું જગન્નાથ મંદિર આશરે 400 વર્ષ જૂનું છે.
  • હનુમાનદાસજી દ્વારા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
  • સારંગદાસજીએ ભગવાન જગન્નાથ સાથે બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિ પણ મંદિરમાં સ્થાપી હતી.
  • 144 વર્ષ પહેલા મંદિરના મહંત નૃસિંહદાસજી દ્વારા રથયાત્રાની શરુઆત કરવામાં આવી હતી.
  • અહીં સાગના લાકડામાંથી બનેલા રથ પર ભગવાન નગરચર્યા કરે છે.
  • પુરી પછીની બીજા નંબરની મોટી રથયાત્રા અમદાવાદમાં થાય છે.
  • રથયાત્રામાં (Jagannath Rath Yatra Ahmedabad) હાથી, અખાડા, ભજન મંડળી અને કર્તબબાજો જોડાય છે.
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org

Read Also

ગુજરાતમાં આવેલું છે શનિદેવનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં સ્ત્રીઓ પણ કરી શકે છે શનિદેવની પૂજા

‘મડદાઓનો ઢગલો’ કહેવાતું 4500 વર્ષ જૂનું ગુજરાતનું સૌથી રહસ્યમય નગર

ગુજરાતમાં આવેલી છે એક એવી બોર્ડર કે જ્યાં, સર્જાય છે વાઘા બોર્ડર જેવા જ દ્રશ્યો

Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
  • ભક્તોને દર્શન આપ્યા બાદ ભગવાન જગન્નાથ મામા ઘરે સરસપુર પહોંચી બપોરે આરામ કરીને સાંજે નીજ મંદિરમાં પરત ફરે છે.
  • મંદિરના મહંત મહારાજ નરસિંહદાસજી દ્વારા ભૂખ્યા માટે અન્ન ભાવથી સદાવ્રત ચાલુ કર્યું હતું.
  • વર્તમાન સમયમાં રોજના બે હજાર જેટલા ગરીબ, ભિખારી તેમજ જરૂરીયાતમંદ લોકોને ભોજન મળે છે.
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org
  • આ ઉપરાતં અહીં ગૌમૂત્ર આધારિત આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર, રોગગ્રસ્ત લોકોની સારવારાર્થે કાર્યરત છે.
  • 1878માં શરૂ કરવામાં આવેલી રથયાત્રા હાલ અમદાવાદની ઓળખ બની છે.
  • જય રણછોડ, માખણચોરના નાદ સાથે શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથના રંગમાં રંગાઈ જાય છે.
Jagannath Rath Yatra Ahmedabad
www.jagannathjiahd.org

આ સાથે ગુજરાતમાં અમદાવાદ બાદ રાજકોટ અને વડોદરામાં પણ પરંપરાગત રથયાત્રા યોજાવામાં આવે છે. પરંતુ અમદાવાદની રથયાત્રાનું અનેરું મહત્વ છે. જીવનમાં એકવાર અવશ્ય આ અમદાવાદની રથયાત્રાના (Jagannath Rath Yatra Ahmedabad) દર્શન કરવાનો લ્હાવો લઈને ધન્યતા અનુભવવા જેવી છે.

આલેખન – રાધિકા મહેતા