
ગુજરાતનાં કચ્છમાં આવેલી છે અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્ક જેવી જ જગ્યા (kadiya dhrow)
કચ્છમાં આવેલી આ અનએક્સપ્લોરડ જગ્યા જે તમને કચ્છમાં જ અમેરિકાની સફર કરાવશે. આ જગ્યા વિશે બહુ ઓછા લોકો જાણે છે અને એટલે જ આજ સુધી આ જગ્યા પ્રવાસીઓથી અજાણ અને ગુમનામ રહી છે જોકે, આ જગ્યાના ફોટો ગુજરાતનાં એક પ્રકૃતિપ્રેમી ફોટોગ્રાફર દ્વારા ક્લિક કરવામાં આવ્યા જેને અમેરિકાના ન્યૂયોર્ક ટાઇમ્સમાં ફ્રન્ટ પેજમાં સ્થાન આપવામાં આવ્યું હતું ત્યારબાદ આ જગ્યાની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ જગ્યા હૂબહૂ અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્કને મળતી આવે છે. જેનું નામ છે કડિયા ધ્રો khadiya dhro પણ ઘણા લોકો તેને કાળિયો ધ્રો તરીકે પણ જાણે છે.
રંગ બેરંગી ખડકો લોકોમાં કુતૂહલ અને આશ્ચર્ય જગાડે છે
કડિયા ધ્રો(કાળિયો ધ્રો) kadiya dhrowકચ્છના નખત્રાણાથી 40 કીમી. દૂર આવેલું છે. કડિયા ધ્રો (કાળિયો ધ્રો) પર વિવિધ ખનીજોને લીધે રંગબેરંગી ખડકો જોવા મળે છે. જે જોનારને આશ્ચર્ય પમાડે એવું છે.આ કડિયા ધ્રો અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્કને મળતી આવે છે એટલે જ્યારથી આ જગ્યાના ફોટો અમેરિકાના ન્યૂયોર્ક ટાઇમ્સમાં ચમક્યા છે ત્યારથી આ જગ્યા પર પ્રવાસીઓની સંખ્યા વધવા લાગી છે. એવું માનવમાં આવે છે કે આ સુંદર જગ્યાની રચના હવાના તેજ થપેડા, કચ્છની ભયંકર ગરમી અને પાણીના વહેણને કારણે થઈ છે.

પ્રી-વેડિંગ શૂટ માટે હાલ આ જગ્યા લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે
આજકાલ પ્રી વેડિંગ શૂટનું ચલણ ખૂબ જ વધવા લાગ્યું છે. આવા સમયમાં લોકો અલગ-અલગ જગ્યાએ અને નવી-નવી થીમમાં ફોટોશુટ કરાવે છે. આવા સમયમાં ફોરેનમાં પ્રી-વેડિંગ શૂટ કરવાનું ઈચ્છતા લોકોનું સપનું એમના જ બજેટમાં પૂરું થઈ જશે. અહીંના ખડકો અને કુદરતી સૌંદર્ય આ જગ્યાને બીજી બધી જગ્યાથી અલગ પાડે છે એટલે જ પ્રી-વેડિંગ શૂટ માટે આ લોકેશન પરફેક્ટ છે.

અહી આવેલા પર્વતને મહાભારત પર્વત તરીકે ઓળખવમાં આવે છે
આ જગ્યાએ આવેલા પર્વતને સાત શિખરો છે એટલે જ અહીંના લોકો તેને મહાભારત પર્વત તરીકે ઓળખે છે. પાંચ પાંડવ, માતા કુંતી અને દ્રોપદી એમ સાતેયના સાત શિખર. અહી આવેલા છે. કુદરતની અમુક રચના જોઈને એવું થાય કે આવી જગ્યાઓ લોકોથી અજાણ રહે એ જ સારું કારણકે પછી આપણા જેવા લોકો કુદરતના ખોળે કચરો અને ગંદકી ફેલાવીને એને સુંદરતા બગાડે છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે અહી ચોમાસામાં જવામાં થોડું ધ્યાન રાખવું કારણ કે, ચોમાસામાં અહીં જવું થોડું જોખમી છે.

USEFUL ARTICLE – ગુજરાતની આ જગ્યા શીમલાને પણ ભુલાવી દેશે
સાથે ત્યાં જવાનો આશરે ખર્ચ પણ જાણી લો,
- કડિયા ધ્રો(કાળિયો ધ્રો) (કચ્છ)- આશરે ખર્ચ
- કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 420 kms) – Rs.8000 – 11,000
- એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs 2000 – 4500
- જમવાનો ખર્ચ – Rs.2200 – 3000
- સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1800-2500
- કુલ – આશરે 14,000 થી 20,000/—
અંતર(Distance)
- સુરતથી – 681 km.
- વડોદરાથી – 530 km.
- અમદાવાદથી – 420 km.
- રાજકોટથી – 320 km.
પબ્લિક ટ્રાન્સપોર્ટનું મથક – ભુજ બસ સ્ટોપ, ભુજ રેલવે સ્ટેશન, ભુજ એરપોર્ટ
ખાવાની વિશેષતા –
જાણીતી હોટલો – JP Resort https://www.google.com/travel/hotels/s/wK1dJ