પૃથ્વીની સપાટીનો લગભગ 71% ભાગ પાણીથી ઘેરાયેલો છે, જ્યારે આ પૃથ્વીના તમામ પાણીનો લગભગ 96.5% ભાગ સમુદ્રોમાં છે. આપણે જે પૃથ્વી પર વસીએ છે, એ પૃથ્વી પર તમને અસંખ્ય પ્રકારના વૃક્ષો, વનસ્પતિઓ, પ્રાણીઓ, જીવજંતુઓની સાથે બીજું ઘણું બધુ જોવા મળશે.
જેમ જમીન પર એક આખી દુનિયા છે. એ જ રીતે સમુદ્રની અંદર પણ એક આખી દુનિયા વસે છે. આ દરિયાઈ જીવસુષ્ટિ કે જેને જાણવું અને માણવું એ એક રોમાંચક લ્હાવો છે. આવી દુર્લભ જૈવિક સમૃદ્ધિ જોવા માટે ઊંડા પાણીમાં ડૂબકી મારવી પડે અને પાણીમાં ઉતર્યા વિના આ જીવોને હાથમાં લઈને જોવા હોય તો, જામનગરના નરારા ટાપુની મુલાકાત લેવી જોઈએ. જે લોકોને દરિયાઈ જીવોને જાણવાનો અને જોવાનો શોખ ધરાવે છે એના માટે આ એક ખૂબ જ સારી જગ્યા છે. દરિયાઈ જોવાને જાણવાનો શોખ ધરાવતા લોકોએ તો અચૂક નરારા ટાપુની (Narara Tapu Jamnagar) મુલાકાત લેવી જ જોઈએ.

કચ્છના અખાતમાં આવેલા છે કુલ 42 ટાપુ (Narara Tapu Jamnagar)
કચ્છના અખાતમાં રહેલી અફાટ જીવસુષ્ટિને ધ્યાનમાં લઈને નવલખી બંદરથી લઈ ઓખા સુધીના દરિયાને 1982માં કેન્દ્ર સરકાર દ્વારા મરીન નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો છે. કચ્છના આ અખાતમાં કુલ 42 ટાપુઓ આવેલા છે. એમાંથી એક નરારા ટાપુ (Narara Tapu Jamnagar) છે. જામનગરથી 60 કિમીના અંતરે વાડીનાર બંદર પાસે આવેલું આ નરારા ટાપુ એક એવું સ્થળ છે કે જ્યાં દરિયાઈ જીવ સૃષ્ટિને આપણે ચાલીને જોવાનો લ્હાવો મળે છે. દરિયામાં ઓટ આવતા જાણે એ દરિયાના ઓસરતાં પાણી ખૂલજા સિમસિમ કહેતા હોય એ રીતે દરિયાઈ જીવસુષ્ટિનો અદભુત ખજાનો ખુલી જાય છે.

મરીન નેશનલ પાર્કના 160 કિમી લાંબા વિસ્તારમાં નરારા ટાપુ(Narara Tapu Jamnagar), પીરોટન ટાપુ પર દરિયાઈ જીવોનો જોવાનો અવસર મળે છે, જ્યારે વિદેશમાં આવો નજારો જોવા માટે પાણીની અંદર ઉતરવું પડે છે અથવા કાચના બોટમવાળી ખાસ પ્રકારની બોટમાં જવું પડે છે, જ્યારે ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં આવેલા નરારા ટાપુ પર ખુદ કૂદરત જ કુરબાન હોય એ રીતે અહી નરી આંખે અને પાણીમાં ડૂબકી લગાવ્યા વગર તમને આ દરિયાઈ જીવો જોવા મળશે. બસ આ જ કારણોસર આ ટાપુ પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જ્યારે દરિયામાં ઓટ આવે એ સમયે દરિયાનું પાણી ત્રણેક કિમી અંદર જતું રહે છે. ત્યારે અહીના રેતાળ રણ અને પત્થરો વચ્ચે તમને દુર્લભ દરિયાઈ જીવો જોવા મળે છે.




કઈ-કઈ જાતના દરિયાઈ જીવો તમને અહી જોવા મળશે?
- અહિયાં સ્ટાર ફીશ, પફર ફીશ, ગ્રીન ક્રેબ સાથે બીજા 30 વધુ જાતના અન્ય કરચલાં,આઠ પગધારી ઓક્ટોપસની સાથે,
- 200 જાતની માછલી
- 03 જાતના કાચબા
- 27 થી વધુ જાતના જીંગા
- 56 જાતના સખત અને મૃદુ પરવાળા (કોરલ)
- 108 જાતની લીલ (અલ્ગી)
- 70 જાતની વાદળી (સ્પંજ)
- 400 થી વધુ પ્રકારના શંખ
- 03 પ્રકારના કાચબા
- 94 જાતના દરિયાઈ પક્ષીઓ
- 78 જાતના વિવિધ પક્ષીઓ, 03 જાતના દરિયાઈ સર્પની સાથે સમુદ્રી ફૂલો અને અનેકો વનસ્પતિના અલૌકિક ખજાનાના તમને નરી આંખે દર્શન થશે.





ખાસ નોંધ : આ દરિયાઈ જીવ સૃષ્ટિને જોવા માટે તમારે ફોરેસ્ટના મરિન ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવી પડશે અને દરિયામાં આવતા ભરતી અને ઓટના સમયને અનુસરવું પડશે.


Read Also
અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા છે હટકે,બૉલીવુડના સેલિબ્રિટીથી લઈ દીગજજો પણ કરી ચૂક્યા છે સવારી
દીકરીને આપેલું વચન પૂરું કરવા રાજકોટના આ વ્યક્તિએ 108 દેશમાં કર્યા 75,000 ઈ-મેઇલ
હિલ સ્ટેશન લવર માટે ગુજરાતની આ જગ્યા શીમલાને પણ ભુલાવી દેશે
- નરારા ટાપુ (જામનગર)(Narara Tapu Jamnagar) – આશરે ખર્ચ
- કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 400 kms) – Rs.7000 – 11,000
- એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs. 2500 – 5000
- જમવાનો ખર્ચ – Rs.2000 – 3000
- સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs. 1500-2000
- કુલ – 13000 થી 18000/—

પબ્લિક ટ્રાન્સપોર્ટનું મથક -જામનગર બસ સ્ટોપ, વાડીનાર બસ સ્ટોપ, જામનગર રેલવે સ્ટેશન, જામનગર એરપોર્ટ
ખાવાની વિશેષતા – જામનગરની જૈન-વિજયની ડ્રાય કચોરી, ઘૂઘરા