Tag Archives: Don Hill Station in Ahwa

હિલ સ્ટેશન લવર માટે ગુજરાતની આ જગ્યા શીમલાને પણ ભુલાવી દેશે

Posted By admin May 13, 2021
Don hill station

પ્રકૃતિને માણવા માટે ડોન હિલ સ્ટેશન એક સારી પ્લેસ છે.

courtesy – www.gujarattourism.com

શિમલા મનાલીની સાઈડ કાપે એવી ગુજરાતની જગ્યા ડોન હિલ (Don Hill Station Gujarat)

જે લોકો હિલ સ્ટેશન લવર છે એમને હવે શીમલા મનાલી સુધી જવું નહિ જવું પડે કારણ કે, હવે આવી શાનદાર જગ્યા આપણા ગુજરાતમાં હોય તો શિમલા થોડી ધક્કો ખાવા જવાય. આ જગ્યાનું નામ છે ડોન હિલ સ્ટેશન (Don Hill Station) જે આહવાથી માત્ર 33 કિલોમીટર અને સાપુતારાથી ૫૫ કિમી દૂર આવેલું છે.

courtesy – www.gujarattourism.com

ડોન ગામ સાપુતારા કરતા પણ વધારે ઊંચાઈ ધરાવે છે

આ 1100 મીટરની ઊંચાઇએ આવેલું ડોન ગામ સાપુતારા કરતા પણ વધારે ઊંચાઈ ધરાવે છે. આ ડોન હિલ સ્ટેશન સહ્યાદ્રિ પર્વતમાળા ખુશનુમા ઊંચાઈ, હરિયાળા પહાડો, નદી, ઝરણાં બધુ જ ધરાવે છે આ સાંભળીને એવું લાગે કે ડોન હિલ સ્ટેશન ગુજરાતના હિલ સ્ટેશનોનું ડોન જ છે, જેવું નામ એવું જ કામ એટલે પ્રકૃતિની માણવા માટે ડોન હિલ સ્ટેશન એક સારી પ્લેસ છે.

don hill station near saputara
courtesy – www.gujarattourism.com

ગીધ પક્ષીઓ છે અહીનું આકર્ષણ

ખળખળ વહેતા ઝરણાંની મોજ, ડુંગર પર છવાયેલા ઘનઘોર જંગલોની મજા, અને એની વચ્ચે અનેક જગ્યાએ પથ્થરો અને વૃક્ષોનાં વિશાળ થડ સાથે અથડાતાં અને વળાંક લેતાં ઝરણાંને જોઈને તમારું દિલ ચોક્કસ ગાર્ડન ગાર્ડન થઈ જશે. ચોમાસા દરમિયાન અહલ્યા ડુંગર પરથી વહેતાં ઝરણાંનું તળેટીના ભાગે જે મિલન થાય છે એને જોઈને તમને જન્નત જેવુ ફિલ થશે. હા ખાસ વાત એ કે અહીંયા ફોરેસ્ટ વિભાગ દ્વારા ગીધનું એક સ્ટેચ્યુ મુકવામાં આવ્યું છે કેમ કે અહીંયા વધારે પ્રમાણમાં ગીધ જોવા મળે છે જેથી એ આકર્ષણનું કેન્દ્ર છે.

don hill station
courtesy – www.gujarattourism.com

છેલ્લા એક-દોઢ વર્ષથી અહીંયા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે એના આ મુખ્ય કારણ છે

  • અહીંયા મસુરી શિમલાની જેમ કોઈ વિશાળ અજગર જેવો વાંકાચૂંકા વળાંકવાળો રસ્તો છે સાથે જ વાહન ચાલે ત્યારે ચારે બાજુ છવાયેલી હરિયાળી તમને જન્નતની સફર કરાવશે.
  • અહીં આદિવાસીઓના ઉત્સવ પ્રસંગે વિવિધ ડાંગી નૃત્યોની રમઝટ જામે છે અને વિવિધ પ્રકારનાં ભોજન આપતી રેસ્ટોરન્ટની સગવડ પણ થઈ ગઈ છે. પરંતુ અહીંયા જઈએ એટલે આદિવાસી લોકોનું વિશિષ્ટ ભોજન નાગલીનો રોટલો અને વાંસના શાકની મઝા માણવાનું તો નહીં જ ભૂલવાનું.
  • અહીં રોકાણ માટે ગ્રામ પંચાયત તરફથી રૂમ અને ટેન્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સગવડ નજીવા ચાર્જ ચૂકવીને મેળવી શકાય છે. આનાથી ડોન ગામના લોકોને હિલ સ્ટેશન સાથે રોજગારી પણ મળી રહે.
  • આ સ્થળને ટ્રેકિંગ માટે પણ બેસ્ટ ગણવામાં આવે છે કારણકે, પર્વતના ઢોળાવ અને ખડકોનો આકાર જાણે ટ્રેકિંગ માટે જ બન્યો હોય એવું લાગે આ જ કારણ છે કે અહી પ્રવાસીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જોવા મળે છે. એટલે જો તમને ટ્રેકિંગમાં રસ હોય તો એક વખત ડોન જરૂર જવા જેવું છે. અને ખાસ વાત કે પાછા ત્યાં જઈને ક્યાંય કચરો કે પ્લાસ્ટિક નાખીને આવી સારી જગ્યાને બગાડતા નહિ.

USEFUL ARTICLE કચ્છની આ જગ્યા હૂબહૂ અમેરિકાના ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્કને આવે છે મળતી,તસવીરો ન્યૂયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજ પર પણ પામી ચૂકી છે સ્થાન

સાથે ત્યાં જવાનો આશરે ખર્ચ પણ જાણી લો,

  • ડોન હિલ્સ (ડાંગ) – આશરે ખર્ચ
  • કારનું ભાડું – આવવા જવા સાથે (અમદાવાદથી 400 km.) – Rs.8,000 – 12,000
  • એક દિવસ રહેવાનો ખર્ચ (4 સભ્યોની એક ફેમિલી) – Rs.1600 – 4600
  • જમવાનો ખર્ચ – Rs.2000 – 3000
  • સામાન્ય શૉપિંગ અને અન્ય ખર્ચ – Rs.1800 – 2300
  • કુલ – આશરે 12,000 થી 17,000/—

અંતર (Distance)

  • સુરતથી – 162 km.
  • વડોદરાથી – 300 km.
  • અમદાવાદથી – 410 km.

પબ્લિક ટ્રાન્સપોર્ટનું મથક – આહવા બસસ્ટોપ

વિશેષ વાનગી – નાગલીનો રોટલો અને વાંસનું શાક

જાણીતી હોટલો

Strawberry Hills hotel & Resorts https://www.google.com/travel/hotels/s/Ux1am